Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પાકિસ્તાનના સૌપ્રથમ શીખ પોલીસ ઓફિસર ઉપર બળજબરી: પરાણે ઘરની બહાર કાઢી મુકાયા: શીખ ધર્મના પ્રતિકરૂપ પાઘડી પણ ઉતારી લેવાઈ

લાહોર: 1947 ની સાલથી પાકિસ્તાનના લાહોર શહેરમાં સ્થાયી થયેલા શીખ પરિવારના દેશના  સૌપ્રથમ પોલીસ ઓફિસર ગુલાબસિંહ સાથે સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટએ મારામારી કરી તેઓને પરાણે ઘરની બહાર કાઢી મૂકી  તેમના ધર્મના પ્રતીક સમી પાઘડી પણ ઉતારી લીધી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

  ગુલાબસિંહએ પોલીસ ઓફિસરો સમક્ષ ઉચાળા ભરવા માટે માત્ર 10 મિનિટના માંગેલા સમયને પણ ધ્યાને લેવાયા વિના તેમને પોતાનું નિવાસસ્થાન ખાલી કરી દેવા મજબુર કરાયા હતા.

  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં વસતા લઘુમતી કોમના નાગરિકો ઉપર અવારનવાર હુમલાઓ થાય છે.હજુ થોડા મહિનાઓ પહેલા જ એક શીખ કાર્યકર્તાને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.

(12:25 pm IST)