Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

હવે મોબાઇલ વિના ભારતીયો એક પણ દિવસ જીવી શકે નહીં

નવી દિલ્હી તા.૧૧: ભારતમાં મોબાઇલ ફોન હવે લગભગ દરેક વ્યકિતના હાથમાં જોવા મળે છે અને સ્માર્ટફોનના જમાનામાં લોકો હવે મોબાઇલ દ્વારા જ તેમનાં ઘણાં કામ પૂર્ણ પણ કરે છે. ડિજિટલ યુગમાં મોબાઇલની જરૂરીયાત એટલી બધી વધી ગઇ છે કે એક સર્વેમાં જાણવા મળ્યા મુજબ ૬૬ ટકા ભારતીયો હવે મોબાઇલ વિના એક પણ દિવસ રહી શકે તેમ નથી. ડિજિટલ લાઇફસ્ટાઇલ વિશે કરવામાં આવેલા આ સર્વેમાં મોબાઇલ વિના જીવી શકે નહીં એવા દેશોમાં પહેલા નંબરે મલેશિયા છે અને બીજો નંબર ભારતનો આવ્યો છે. આ સર્વે ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, સિંગાપોર, સાઉથ કોરિયા, બ્રિટન અને અમેરિકામાં થયો હતો અને આશરે ૫૦૦૦ લોકોના મત લેવામાં આવ્યા હતા. વૈશ્વિક માપદંડોના પ્રમાણમાં ભારતમાં એ ૧૨ ટકા વધારે છે. ૯૩ ટકા મોબાઇલધારકોએ કહયું હતું કે ડિજિટલ ક્રાન્તિએ તેમની જીવનશૈલીમાં મોટો ફેરફાર કરી દીધો છે. જોકે જાપાનમાં ૧૧ ટકા અને જર્મનીમાં ૨૫ ટકા લોકોએ કહયું કે ડિજિટલ ક્રાન્તિથી તેમની લાઇફસ્ટાઇલ બદલાઇ છે. ભારતીયો તેમના માબાઇલમાં પણ હવે ફિટનેસને લગતા એપ પણ ડાઉનલોડ કરીને રાખવા લાગ્યા છે. (૧.૪)

(11:51 am IST)