Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

૧૦ કરોડ ગરીબોને નિઃશુલ્ક હેલ્થ વીમા યોજનામાં વિઘ્ન

રાજ્યોએ કેન્દ્રની મહત્વની આ યોજનાને લાગુ કરવા અને ઈન્ફ્રાસ્ટ્રકચરના નામે માંગી તગડી રકમ

નવિ દિલ્હી તા. ૧૧ : ૧૦ કરોડ ગરિબ કુટુંબોને  મફતમાં હેલ્થ ઈન્સ્યોરન્સ આપવાની કેન્દ્ર સરકારની યોજના ઘોંચમાં પડી છે. રાજ્યોએ યોજના અમલમાં મુકવા અને તેનુ ઈન્ફ્રાસ્ટ્રકચર  ઉભુ કરવા માટે કેન્દ્ર પાસેથી વધારે પૈસાની માંગણી કરી છે. આના માટે આરોગ્ય મંત્રાલયે નાણા મંત્રાલય પાસેથી ૨૧૦૦ કરોડ રૂપિયાની માંગણી કરી છે. હવે નાણા મંત્રાલય આ માંગણીને લીધે ગુંચવાયુ છે. નાણા મંત્રાલય હવે એ જાણવા માગે છે. કે આ યોજના માટે કેન્દ્રએ જે ૨૧૦૦ કરોડનું બજેટ ફાળવ્યુ હતુ તેનુ શુ થશુ. નાણા મંત્રલયે આ રકમ અયોગ્ય  મંત્રાલયને આપી હતી જેથી તે ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા માટે રાજ્યોને વહેચીં આપે.

નાણા મંત્રાલયના સુત્રોનુ કહેવુ છે કે ચુંટણીનુ વર્ષ હોવાથી કેન્દ્ર આયુષ્માન યોજના માટે નાણાભીડ નહી વા દે પણ પહેલા અપાયેલા નાણાનું શુ થયુ તે જાણવા પણ ચોક્કસ જરૂરી છે રાજ્યો આ ફંડ અપાઇ ગયા છે. આના માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા કયા રાજ્યોને કેટલુ ફંડ જોઇશે તે બાબતનો રીપોર્ટ આરોગ્ય મંત્રાલય પાસેથી લેવામાં આવશે. સરકારી સુત્રોનુ કહેવુ છે કે જો રાજ્યો નક્કી કરેલ  સમયગાળામાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ નહી કરે તો નિશ્ચીત રૂપે આ યોજના અમલી બનાવવામાં મુશ્કેલી ઉભી થશે. આયુષ્માન યોજનાને કેબીનેટે મંજુરી આપી દીધી છે. ૧૦ કરોડ ગરીબ પરીવારોને ા યોજનાનો સીધો લાભ મળવાનો છે. જેના દ્વારા તેમને  ૫ લાખ રૂપિયાનો વાર્ષિક મેડીકલેમ મળશે.

સમય ઓછો છે

ચુંટણીના વર્ષમાં  પ્રધાનમંત્રી નરેન્દ્રમંત્રી  આ મહત્વકાંક્ષી યોજનાને ૧૫ ઓગષ્ટથી  અમલી બનાવવા માગે છે ેમની સરકાર માટે આ યોજના રાજનૈતિક રીતે બહુ મહત્વપુર્ણ છે. લોકસભા  ચુંટણી માટે આ યોજનાને સરકારનો માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે. ૨૦૧૯ની ચુંટણીમાં ભાજપ આ યોજનાને રાજકીય મોરચે પોતાની  ઉપલબ્ધીમાં શામેલ કરશે. એટલે જ આ યોજના સમયસર યોગ્યરીતે ચાલુ થાય તે જરૂરી છે.

સારવારના ભાવ નક્કી છે

આ યોજના હેઠળ દરેક રાજ્ય તેને કાર્યાન્વિત કરવા માટે પોતાના સ્તરે એક એજન્સી બનાવશે. આ યોજના માટે એક ટ્રસ્ટ અથવા નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશ બનશે. દરેક બીમારીના ઈલાજ માટે એક  નક્કી થયેલ દર હશેજે નક્કી કરી લેવામાં  આવ્યો છે. એન અી બીએચમાંથી  માન્યતા મળી હોય તેવી  હોસ્પીટલોને  નક્કી થયેલ દરમાંથી  ૧૦ ટકા વધારે રકમ મળશે. જ્યારે રાજ્યોને કેન્દ્ર સરકારે જાહેર કરેલા દરથી ૧૦ ટકા  વધારે આપવાનો હક્ક મળશે. આ યોજના હેઠળ ૧૩૫૨  જાતની તપાસ અને સર્જરીના ભાવ નક્કી થઇ ગયા છે. આયુષ્માનના ભાવપ્રક મુજબ બાયપાસ માટે ૧.૧૦ લાખ , હીપ રીપ્લેસમેન્ટ માટે ૯૦ હજાર અને વાલ્વ રીપ્લેસમેન્ટ માટે ૧ લાખ વીસ હજારનો ભાવ નક્કી કરાયો છે. (૨૮.૨)

 

(11:44 am IST)