Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

પ્રણવ મુખર્જી પછી સંઘના મુંબઈના કાર્યક્રમમાં સંઘ સુપ્રીમો મોહન ભાગવતજી સાથે રતન તાતા ઉપસ્થિત રહેશે

24મી ઓગસ્ટ નાના પાલકરની સ્મૃતિમાં આયોજિત કાર્યક્રમમાં બંને દિગ્જ્જો એક મંચ પાર બિરાજશે

 

મુંબઇ : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી બાદ ભારતના સૌથી પ્રતિષ્ઠિત ઉધોગપતિઓમાં સામેલ રતન ટાટા આગામી મહિને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત સાથે એક મંચ પર જોવા મળશે. ટાટા ટ્રસ્ટના ચેરમેન અને સંઘ સુપ્રીમો મોહન ભાગવત સંઘ સાથે જોડાયેલા એક એનજીઓના કાર્યક્રમમાં આગામી મહિને એક મંચ પર નજર આવશે. હજુ આયોજનની અધિક્રુત જાહેરાત થઇ નથી પરંતુ તેનુ આયોજન 24 ઓગસ્ટના રોજ થવાની શકયતા છે.

  એક મહિના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સંઘના વડામથકમાં આયોજીત એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. પ્રણવ મુખરજીની નાગપુર યાત્રા સંદર્ભે રાજકીય ક્ષેત્રે ઉગ્ર વિવાદ પણ થયો હતો. હવે રતન ટાટા સંઘ સુપ્રીમો મોહન ભાગવત સાથે એક મંચ પર આવવાના અહેવાલ પર સોશીયલ મીડિયા પર સંગ્રામ થઇ શકે છે. નાના પાલકર સ્મ્રુતિ દિવસ (એનપીએસએસ) એક એનજીઓ છે જે ગરીબો માટે કામ કરે છે. એનજીઓએ પોતાના વાર્ષિક કાર્યક્રમમાં રતન ટાટાની સાથે સંઘ સુપ્રીમો મોહન ભાગવતને પણ આમંત્રણ આપ્યુ છે.

  એનપીએસએસનુ મુંબઇ સ્થિત ટાટા કેન્સર હોસ્પિટલની પાસે એક 10 માળનુ કાર્યલય છે. ટાટાની હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની દેખરેખ એનપીએસએસમાં કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોહન ભાગવત અને રતન વચ્ચે પ્રથમ મુલાકાત નહી હોય. પહેલા વર્ષ 2016ના ડિસેમ્બરમાં રતન ટાટા સંઘના વડામથક નાગપુર ગયા હતા. તે સમયે પણ રતન ટાટાએ સંઘ સુપ્રીમો મોહન ભાગવત સાથે લાંબી વાતચીત કરી હતી.ટાટા ટ્રસ્ટ પણ અનેક જનકલ્યાણ કાર્યક્રમો સાથે જોડાયેલુ છે.

(12:00 am IST)