Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર નિલ કે દેવરાજને ‘‘યંગ સાયન્‍ટીસ્‍ટ એવોર્ડ'': બ્‍લેવટનિક ફાઉન્‍ડેશન તથા ન્‍યુયોર્ક એકેડમી દ્વારા ૨૦૧૮ની સાલના એવોર્ડ માટે પસંદ કરાયેલા ૩ વૈજ્ઞાનિકોમાં સ્‍થાન મેળવ્‍યું: ર લાખ ૫૦ હજાર ડોલરનું ઇનામ અપાશે

ન્‍યુયોર્કઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ સાન ડિએગોના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન શ્રી નિલ કે દેવરાજે બ્‍લેવટનિક એકેડમી ઓફ સાયન્‍સ તથા ન્‍યુયોર્ક એકેડમી ઓફ સાયન્‍સ દ્વારા યંગ સાયન્‍ટીસ્‍ટસ એવોર્ડ માટે પસંદ કરાયેલા ૩ વૈજ્ઞાનિકોમાં સ્‍થાન મેળવ્‍યું છે. તેઓને ૨ લાખ ૫૦ હજાર ડોલરનું ઇનામ અપાશે.

પ્રોફેસર દેવરાજની પસંદગી કેમિસ્‍ટ્રી કેટેગરીમાં થઇ છે. તેઓ MIT ગ્રેજ્‍યુએટ છે. તથા તેમણે સ્‍ટેન્‍ફોર્ડ યુનિવર્સિટીમાંથી ડોકટરેટ કર્યુ છે. ઉપરાંત હાર્વર્ડ મેડીકલ સ્‍કુલમાંથી પોસ્‍ટ ડોકટરલ કરેલું છે.

ઉલ્લેખનીય છે કે બ્‍લેવટનિક ફાઉન્‍ડેશન દ્વારા યંગ સાયન્‍ટીસ્‍ટસને પ્રોત્‍સાહિત કરવા ૨૦૦૭ની સાલથી એવોર્ડ આપવામાં આવે છે જે ૪૨ વર્ષથી ઓછી વયના લોકો માટે છે. જેના ઉપક્રમે અત્‍યાર સુધીમાં ૨૪૯ વૈજ્ઞાનિકોને ૬.૭ મિલીયન ડોલર જેટલી રકમ આપવામાં આવી છે.

૨૦૧૮ની સાલના એવોર્ડ વિજેતા ત્રણે વૈજ્ઞાનિકોને ૨૪ સપ્‍ટેં ૨૦૧૮ના રોજ ન્‍યુયોર્કના અમેરિકન મ્‍યુઝીયમ ખાતે એવોર્ડ તથા પ્રાઇઝ આપી સન્‍માનિત કરાશે.

(9:58 pm IST)