Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

સોનાલી બેન્દ્રેએ કેન્સરની વાત જાહેર કરતા જ અસંખ્ય ફેન્સએ સારા આરોગ્ય માટે શૂભકામના પાઠવી

મુંબઇઃ લગભગ એક અઠવાડિયા પહેલા સોનાલી બેન્દ્રેએ પોતાના ફેન્સને જણાવ્યુ હતું કે તે કેન્સરથી પીડાઈ રહી છે અને ન્યૂયોર્કમાં સારવાર લઈ રહી છે. આ જાણીને સોનાલીના ફેન્સ તેના સપોર્ટમાં આગળ આવ્યા હતા અને તેના સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ આપી હતી.

અત્યારે સોનાલી ન્યૂયોર્કમાં સારવાર લઈ રહી છે. માત્ર ફેન્સ જ નહીં, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ સોનાલીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. સોનાલીએ આજે પોતાના નવા લુકના ફોટો શેર કરીને લોકોનો આભાર માન્યો છે.

પોતાના ફેવરિટ ઓથર દ્વારા કહેવામાં આવેલા એક મેસેજ સાથે તેણે લખ્યું છે કે, દરરોજ એક નવો પડકાર અને એક જીતનો સામનો કરવો પડે છે. હું પોઝિટીવ રહેવાનો પ્રયત્ન કરી રહુ છું. મારી જર્ની તમારી સાથે શેર કરવી તે પણ આ પ્રક્રિયાનો ભાગ છે. આ સિવાય તેણે આ મુશ્કેલીના સમયમાં તેનો સાથ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ જ પોસ્ટમાં સોનાલીએ એક મીનીટનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેના હેરકટની પ્રોસેસ બતાવવામાં આવી છે. સોનાલીના આ નવા લુકના કરણ જોહર, મનીષ મલ્હોત્રા, બિપાશા બાસુ, એકતા કપૂર વગેરે સ્ટાર્સે વખાણ કર્યા છે.

(5:51 pm IST)