Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

પંજાબ સરકારના રિમોટ સેસિંગ સેન્‍ટરમાં વૈજ્ઞાનિક તરીકે સેવા આપનાર પટિયાલાના અમરિંદર સિંહે નોકરી છોડી ખેતીમાં ઝંપલાવ્યુઃ કરોડોની આવક મેળવી

પટિયાલાઃ પટિયાલાના નાભા બ્લોકના અમરિંદર સિંહે નેધરલેન્ડ જઈને geoinformaticsમાં Msc કર્યુ હતુ. ત્યારપછી પંજાબ સરકારના રિમોટ સેંસિંગ સેન્ટરમાં વૈજ્ઞાનિક તરીકે લગભગ ચાર વર્ષ સેવા આપી, પરંતુ તેને સંતુષ્ટિ તો ખેતી કર્યા પછી જ મળી.

અમરિંદર સિંહ આજે કેપ્સિકમ, મશરુમ, ખીરુ કાકડી, કારેલા, લીલા મરચાં વગેરેની લેટેસ્ટ ટેક્નોલોજીથી ખેતી કરે છે અને ઘણી સારી કમાણી પણ કરે છે. તે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની ગયો છે.

2013માં નોકરી છોડીને અમરિંદરે પરિવારની 32 એકર જમીન પર 4000 સ્ક્વેર મીટરના પૉલી હાઉસથી શાકભાજીના ઉત્પાદનની શરુઆત કરી. ત્યારપછી 2014માં 4000 સ્ક્વેર મીટરનું વધારે એક પૉલી હાઉસ બનાવ્યું.

અમરિંદર સિંહે પ્રતિ એકર 16,88,000 રુપિયા અને પ્લાન્ટિંગ મટીરિયલ માટે પ્રતિ હેક્ટર 2,80,000 સબસિડી લીધી. હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા તેને ટેક્નિકલ મદદ પણ પુરી પાડવામાં આવી. આ સિવાય તેણે મશરુમના કંપોસ્ટ યૂનિટ માટે પણ સબસિડીની મંજૂરી મેળવી લીધી.

અમરિંદર સિંહ પંજાબ એગ્રીકલ્ચર યૂનિવર્સિટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને હોર્ટીકલ્ચર ડિપાર્ટમેન્ટનો સતત સહયોગ અને ગાઈડન્સ માટે આભાર માને છે. તે કહે છે કે, ઘણી વાર વૈજ્ઞાનિકો મારા ખેતરમાં આવે છે અને મને કામની સલાહ આપે છે. સરકાર પણ મને સપોર્ટ કરે છે.

(12:00 am IST)
  • વડોદરા કોર્પોરેશ દ્વારા દબાણ દુર કરવાની કામગીરી શરૂ : હરણી વારશિયા રીંગરોડ પરના સવાદ ખાતે દબાણ દુર કરાયાઃ ૧૩.૫ મીટરની એક લાઇન ખુલ્લી કરવા માટે ૧૧૦ દબાણો તોડી પડાયા access_time 3:56 pm IST

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. મલેશિયા વિરૂદ્ધ પોતાની પહેલી મેચમાં મિતાલી રાજે 97 રનની અણનમ ઈનિંગની મદદથી ભારતીય ટીમે મલેશિયાને 142 રનથી માત આપી છે. ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ મલેશિયાની ટીમની બેટિંગ લાઈન પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. ટીમનો એકપણ ખેલાડી બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો. બોલરોના શાનદાર પ્રદર્શનથી મલેશિયાની ટીમને માત્ર 27 રન પર ઓલઆઉટ કરી દિધી હતી. access_time 2:48 am IST

  • વડોદરામાં માનાં નામને કલંક લગાવતી ઘટના સામે આવી છે. જેમાં સુમિત્રા નામની એક મહિલા બાળકીને મુકીને ફરાર થઈ ગઈ છે. ગઈ કાલે મહિલાએ રજા માંગી હતી જો કે આજે સયાજિરાવ હોસ્પિટલના બાળ વિભાગમાં નવજાત બાળકીની સારવાર શરૂ હતી તે દરમિયાન તેને તરછોડી દંપતિ ફરાર થઈ ગયુ હતુ. રજીસ્ટરમાં દંપત્તિએ પાદરાનાં મુવાલ ગામ હોવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. access_time 12:22 am IST