Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

દરેક પાલિકાઓએ બાંધકામ પરવાનગી ઓનલાઇન આપવાની ડેડલાઇન માર્ચ

ઇમારતોની બાંધકામ મંજુરી માટે મનપા કચેરીએ ખાવા પડતા ધક્કામાંથી મળશે મુકિત

નવી દિલ્હી તા. ૪ : ઈમારતોના બાંધકામની મંજુરી માટે મહાનગરપાલિકાએ ઘણા ધકકા ખાવા પડે છે પરંતુ આ હાડમારીનો હવે થોડા સમયમાં અંત આવે તેવી શકયતા છે. કારણકે બાંધકામની મંજુરી પ્રક્રિયા ફરજીયાતપણે ઓનલાઈન બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની તમામ પાલિકાઓને તાકીદ કરી છે અને આ માટે માર્ચ, ૨૦૧૯ સુધીની ડેડલાઈન નકકી કરી છે.

ઈઝ ઓફ ડુઈંગ બીઝનેશ એટલે કે ધંધો-વેપાર કરવામાં સરળતા લાવવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે બાંધકામ પરવાનગી હવે ઓનલાઈન થશે. શહેરી નવિનીકરણ મીશન અમૃત હેઠળ તાજેતરમાં મળેલી વડાપ્રધાનની મંત્રીઓ સાથેની બેઠકમાં પીએમે જણાવ્યું કે, શહેરી આંતર માળખાકીય સુવિધાઓ પર વધુ ભાર મુકવામાં આવે તે જરૂરી છે.

કેન્દ્ર-રાજયોના મંત્રાલયો અને મુખ્ય સચિવો સાથે વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વર્ષ ૨૦૧૯માં માર્ચ માસ સુધીમાં ઈમારતોના બાંધકામની ઓનલાઈન મંજુરીની પ્રક્રિયા શરૂ થઈ જવી જોઈએ. શહેરી મંત્રાલયના જણાવ્યા મુજબ શહેરો માટેના ૫૦૦ મિશન અંતર્ગત ૩૭૦ મહાનગરપાલિકાઓ બાંધકામ માટે મંજુરીની ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરશે અને આ પ્રક્રિયાથી લોકોને રાહત મળશે અને મનપા કચેરીએ ખાવા પડતા ધકકામાંથી મુકિત મળશે.(૨૧.૨૪)

(3:52 pm IST)
  • હવે પંજાબ નેશનલ બેંક અને ICICIના ગ્રાહકોને પણ લોન પર વધુ વ્યાજ ચૂકવવુ પડશે કેમ કે, એસબીઆઈ બાદ હવે પંજાબ નેશનલ બેંક અને આઈસીઆઈસીઆઈએ પણ પોતાના વ્યાજદરોમાં વધરો કરી દીધો છે. આઈસીઆઈસીઆઈએ 5 વર્ષ માટે પોતાના લેંડિંગ રેટને 10 બેઝિઝ પોઈન્ટ્સ વધારતા 8.70 ટકા કરવાનો નિર્ણય લીધો છે. જો કે લોન 3 મહિના માટે હશે તો વ્યાજદરમાં ફેર નહિ પડે. access_time 12:22 am IST

  • મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,08 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,00 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:23 am IST

  • મુંબઈમાં મુશળધાર વરસાદ :બદલાપૂર,ડોમ્બિવલી,વિક્રોલીમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો: કેટલાય સ્થળોએ લાઇટો ગૂલ :મુંબઈના મલબારહીલ વિસ્તારમાં ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા :કેટલાય જગ્યાએ વાહનચાલકો ફસાયા access_time 12:33 am IST