Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અયોધ્યા વિવાદઃ મુસ્લીમ પક્ષની દલીલો પુરીઃ હિન્દુ પક્ષની દલીલો કાલે પણ ચાલુ રહેશે

મુસ્લીમ પક્ષની દલીલો સ્વીકાર કરાય તો વિવાદીત સ્થળનું કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ અધીગ્રહણ જ ગેરકાયદે થઇ જશેઃ જેની સુનાવણી ગુરૂવારે પણ ચાલુ રહેશે

 નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ બંધારણીય પીઠને સોંપવાને લઇને મુસ્લીમ પક્ષે પોતાની દલીલ પુરી કરી લીધી છે. હિંદુ પક્ષ વતી શરૂ થયેલ દલીલો ગુરૂવારે પણ ચાલુ રહેશે

 આ મામલે શિયા વકફ બોર્ડ પણ દલીલો માટે બંેચ પાસે મંજુરી માંગી છે શિયા બોર્ડના જણાવ્યા મુજબ સેન્ટ્રલ સુન્ની વકફ બોર્ડ આખા મુસ્લીમ સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરતુ. કેન્દ્ર સરકાર તરફથી એડી. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, અશોક ભુષણ અનેએસ.એ. નઝીરની સ્પે. બેંચને જણાવેલ કે તેઓ પણ દલીલ કરશે. તેમણે વધુમાં ઉમેરેલ કે આ મામલો જમીન અધીગ્રહણ સાથે સંબધીત છે, એટલે તેમણે આ મામલે  રજુઆત કરવી જરૂરી છે. સંભાવનાઓ મુજબ સુપ્રીમ કોર્ટ આ મામલે ગુરૂવારે પોતાનો નિર્ણય સુરક્ષીત રાખી શકે છે.

 મુસ્લીમ પક્ષ વતી રાજીવ ધવને જણાવેલ કે આ મામલો બંધારણીય પીઠને સોંપવો જોઇએ. તેમણે ઇસ્માઇલ કારૂકી કેસ  (૧૯૯૪)નો હવાલો આપી જણાવેલ કે તેમા એમ કહેવામાં આવેલ કે મસ્જીદ મુસ્લીમ ધર્મનું અભિન્ન અંગ નથી અને નમાઝ પઢવા માટે મસ્જીદ જરૂરી નથી. આ નિર્ણય ઉપર અલ્હાબાદ હાઇકોર્ટે પુરો ભરોસો કરી તેના આધાર ઉપર કેસનો ફેસલો કરેલ કે મસ્જીદ મુસ્લીમ સમુદાય માટે મહત્વપુર્ણ નથી. ફારૂકી મામલામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બંેચે વિવાદીત ૨.૭૭ એકર સ્થળને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ અધીગ્રહણને યોગ્ય ઠેરવેલ

હિંદુ પક્ષવતી પરૂસરને દલીલો કરતા જણાવેલ કે મુસ્લીમ પક્ષ હવે એ ન કહી શકે  કે આ નિર્ણયમાં તેઓ પક્ષ હતા પણ નિર્ણય જો એમના મુજબ ખોટો હોયતો તેને હવે મોટી બેંચને સોંપી દેવો જોઇએ. તેમણે જણાવેલ કે મુસ્લીમ પક્ષની દલીલો સ્વીકાર કરાય તો વિવાદીત સ્થળનું કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ અધીગ્રહણ જ ગેરકાયદે થઇ જશે. જેની સુનાવણી ગુરૂવારે પણ ચાલુ રહેશે.

 અયોધ્યામાં રામ જન્મભુમિ બાબરી મસ્જીદ વિવાદને બંધારણીય પીઠને સોંપવાને લઇને થયેલ દલીલોમા મુસ્લીમ પક્ષના વકીલે જણાવેલ કે હિંદુ પક્ષના વારં-વારં મંદીર બનાવવાની વાત કરી રહયો છે. જયારે આ મામલો સુપ્રીમમાં પેન્ડીંગ છે આ અંગે તેઓ કોર્ટના અનાદરની અરજી દાખલ કરવા માંગે છે. તેઓ નથી ઇચ્છતા કે કોઇ સ્થિતિને વધુ ખરાબ કરેે. હિન્દુ પક્ષોએ અનુશાસિત રહેવાની જરૂર હોવાનું પણ મુસ્લીમ પક્ષ વકીલ રાજીવ ધવને વધુમાં જણાવેલ

(4:04 pm IST)