Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટકમાં ભાજપની સરકાર કાલે યેદુરપ્પાની શપથવિધિ?

 બેંગ્લુરૃઃ તા.૧૬, કર્ણાટકમાં ત્રિશુંક ધારાસભા સામે આવ્યા બાદ સૌથી મોટા પક્ષ ભાજપ અને કોંગ્રેસ-જેડીએસના ગઠબંધને સરકાર બનાવવા અલગ અલગ દાવા કર્યા છે. ત્યાર બાદ સરકાર બનવા અંગે સસ્પેન્શન વધુ ઉડુ બન્યું છે ત્યારે બધાની નજર વજુભાઇ ઉપર અટકી છે

 આજે યેદુરપ્પાની ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી બાદ તેઓ કેન્દ્રીયમંત્રીઓ જે.પી. નડ્ડા, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રકાશ, જાવડેકર, અનંથ કુમાર તથા મુરલીધર રાવ સાથે રાજયપાલ વજુભાઇ વાળાને રાજભવન ખાતે મળી પોતાની સરકાર બનાવવાનો દાવો રજુ કર્યાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.સુત્રોમાંથી  વધુમાં જણાવેલ કે રાજયપાલ દાવો મંજુર કરે તો કોલે જ યેદુરપ્પા મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરે તેવી શકયતા  છે.(૪૦.૮)

(2:10 pm IST)