Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અનામત મામલે જાટ સમુદાયે સરકાર સામે રણશિંગુ ફુક્યું :ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા હાકલ

સુપ્રીમ કોર્ટના નનૈયા બાદ ભાજપાએ વચન આપ્યું પણ હજુ જાટ સમુદાયને કશું આપ્યું નથી

નવી દિલ્હી :હવે અનામત મુદ્દે જાટ સમુદાયે સરકાર સામે રણશિંગુ ફૂંક્યુ છે અખિલ ભારતીય જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિએ તેમના ટેકેદારોએ ઉત્તર પ્રદેશમાં આવનારી પેટા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા હાકલ કરી છે ઉત્તર પ્રદેશનાં કૈરાણા અને નૂપૂરમાં આ મહિનાનાં અંતમાં પેટા ચૂંટણી આવે છે.

    આ સંગઠનનાં નેશનલ પ્રેસિડેન્ટ યશપાલ મલિકે કહ્યું કે, મોદી સરકારે માત્ર ખોટા વાયદાઓ જ આપ્યા છે પણ જાટ સમુદાયને કશું આપ્યું નથીં.સૌ પહેલા 2015માં સુપ્રિમ કોર્ટે જાટ સમુદાયને અનામત આપવાની ના પાડી દીધી. કેમ કે, સરકારે યોગ્ય રજૂઆત કરી નહીં. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ દ્વારા  જાટ નેતાઓ સાથે 2016માં મિટીંગ કરી અને એવું વચન આપ્યું હતુ કે તેઓ આ મુદ્દે કાયદા ઘડશે અને જાટોને અનામત આપશે.”

    મલિકે વધુમાં જણાવ્યું કે, જ્યારે હરિયાણામાં અમારા બંધુઓ અનામત મુદ્દે વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભાજપનાં સાંસદ રાજુકમાર સૈનીના ઇશારે વિરોધ કરનારા પર ગોળીઓ વરસાવી અને ત્યારબાદ જાટ લોકો પર ખોટા કેસો કરવામાં આવી રહ્યાં છે. એટલા માટે, હું કૈરાણા અને નૂપૂર મત વિસ્તારમાં વસતા જાટ લોકોને અપીલ કરું છું કે ભાજપના ઉમેદવાર મત માંગવા આવે ત્યારે તેમને પુછો કે જાટને અનામત ક્યારે આપશો ? પેટા-ચૂંટણીમાં ભાજપને હરાવો.”

(10:26 am IST)