Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી :ભાજપની બીજી યાદી જાહેર :વધુ 82 ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર

બેંગ્લુરુ :ભાજપે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં ભાજપ હાઈકમાને 82 ઉમેદવારો પર મહોર લાગાવી છે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની આગેવાનીમાં મળેલી બેઠકમાં 82 ઉમેદવારોના નામ પર મહોર લાગી છે. ભાજપે આ યાદી કોંગ્રેસે 218 ઉમેદવારની યાદી જાહેર કર્યા બાદ જાહેર કરી છે. આ પહેલા ભાજપે 72 ઉમેદવારની એક યાદી જાહેર કરી હતી

  અત્રે ઉલ્લેખનીય છે કે  વિધાનસભાની 224 બેઠક પર આગામી 12મી મેના રોજ મતદાન થવાનું છે તો 15મી મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

(8:21 pm IST)