Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

સોનિયા ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર : ભાજપ સરકારની નીતિઓ દેશવિરોધી : લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ

સોનિયા ગાંધીએ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અપીલ કરી : કહ્યું કોંગ્રેસ સંવિધાનની મર્યાદા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ

 

નવી દિલ્હી : દેશભરમાં થઇ રહેલા પ્રદર્શનની વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અપીલ કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે. લોકતંત્રમાં જનતાનો અવાજ દબાવવો ખોટી વાત છે. લોકોની વાત સાંભળીને સરકારે જવાબદારી સ્વિકારવી જોઇએ

  . સોનિયા ગાંધીએ કહ્યું કે ભાજપ સરકારની નીતિઓ દેશવિરોધી છે. કોંગ્રેસ દેશના લોકો અને બંધારણના હક માટે ઉભી છે.

   દેશની વર્તમાન સ્થિતિ પર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે કહ્યું કે દેશભરમાં યુનિવર્સિટી, આઇઆઇટી, આઇઆઇએમ અને અન્ય અગ્રણી શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ ભાજપ સરકારની વિભાજનકારી અને જનવિરોધી નીતિઓના વિરોધમાં સ્વૈચ્છીક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તમામ લોકોને પોતાની વાત રજૂ કરવાનો અને ચિંતા પ્રકટ કરવાનો હક છે. નાગરીકતા સુધારા કાયદો પક્ષપાતભર્યો છે. કોંગ્રેસ બંધારણની મર્યાદા જાળવી રાખવા માટે સંકલ્પબદ્ધ છે.

(11:56 pm IST)