Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

શાહના નિવાસ પર પ્રદર્શન કરી રહેલ શર્મિષ્‍ઠા મુખરજી સહિત ઘણાં કોંગ્રેસી નેતાની અટકાયત

દિલ્લીમાં ગૃહમંત્રી અમિત શાહના આવાસ પાસ શુક્રવારના નાગરિકતા (સંશોધન) કાનૂન વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલ પૂર્વ રાષ્‍ટ્રપતિ પ્રણવ મુખરજીની પુત્રી શર્મિષ્‍ઠા મુખરજી સહિત ઘણી મહિલા કોંગ્રેસ નેતાની અટકાયત કરવામાં આવી.

અહીંથી એમને મંદિર માર્ગે થાણે લઇ જવામાં આવી જયાં એમણે અમિત શાહ મુર્દાબાદ અને અમિત શાહ હાય-હાયના નારા લગાવ્‍યા હતા.

શર્મિષ્‍ઠા મુખરજીએ કહ્યુ તાનાશાહી મોદી શાહ સરકાર  લોકોનો પ્રદર્શન કરવાનો અધિકાર પણ છીનવી લેવા માગે છે.

(11:52 pm IST)