Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

ઝારખંડ વિધાનસભા એક્ઝિટ પોલમાં કોંગ્રેસ મોરચાનું પલડું ભારી

નવી દિલ્હી : ઝારખંડમાં તમામ બેઠકો ઉપરનું મતદાન પૂર્ણ થયું છે,વિધાનસભાની 81 બેઠકોમાંથી બહુમતી માટે 41 બેઠકો જરૂરી છે ત્યારે ઇન્ડિયા ટુડે - માય એક્સિસ ના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ -જેએમએમ મોરચાને 38 થી 50 બેઠકો અને ભાજપને 22થી 32 બેઠકો,જયારે અન્ય પક્ષો-પક્ષોને 4થી 7 બેઠકો મળશે તેમ જણાવાયું છે

જયારે સી-વોટરના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ -જેએમએમ મોરચાને 35  અને ભાજપને 32 બેઠકો મળતી તથા અન્ય પક્ષોને 14 બેઠકો મળતી દર્શાવી છે

(8:11 pm IST)