Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

મજૂર સંગઠનો દ્વારા લઘુતમ વેતન રૂ.૨૧ હજાર, ન્યુનતમ પેન્શન રૂ.૬ હજાર અને રૂ.૧૦ લાખ સુધીની વાર્ષિક આવક ટેક્સ મુક્ત કરવાની નાણામંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ માંગણી

નવી દિલ્હી: દેશના પ્રમુખ મજૂર સંગઠનોએ મિનિમમ વેજ લિમિટ વધારીને 21000 રૂપિયા, કર્મચારી પેન્શન યોજના હેઠળ ન્યૂનતમ પેન્શન 6,000 રૂપિયા અને 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ટેક્સ મુક્ત કરવાની માગણી કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે બજેટ પૂર્વની બેઠકમાં કર્મચારી નેતાઓએ કહ્યું કે સરકારે રોજગારીની તકો વધારવા ઉપર પણ વિચારવું જોઈએ.

મજૂર સંગઠનના પ્રતિનિધિઓએ ઈપીએફઓમાં કવર કંપનીઓમાં હાલ 20 કર્મચારીઓની જગ્યાએ 10 કર્મચારીવાળી કંપનીઓને ઈપીએફઓમાં લાવવાની માગણી પણ કરી છે. આ સાથે જ તેમણે ગ્રેજ્યુઈટી માટે કર્મચારી દ્વારા અપાયેલી સેવાના પ્રત્યેક વર્ષ માટે 15 દિવસના વેતનની જગ્યાએ 30 દિવસના વેતનને આધાર પર ગણવાની માગણી કરી. તેમણે એમ પણ કહ્યું કે સરકારે આધાર જોડવાને અનિવાર્ય બનાવવું જોઈએ નહીં.

તેમણે વેતનભોગી તબક્કા અને પેન્શનભોગી માટે આવકવેરા છૂટ મર્યાદાને 10 લાખ રૂપિયા વાર્ષિક સુધી વધારવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે વરિષ્ઠ નાગરિકો માટે આવકવેરા મર્યાદાને વધારીને 8 લાખ રૂપિયા કરવી જોઈએ. તેમણે કહ્યું કે આવાસ, ચિકિત્સા, અને શિક્ષણ સુવિધાઓ જેવા તમામ પ્રકારના બેનિફિટને સંપૂર્ણ રીતે આવકવેરામાંથી છૂટ મળવી જોઈએ.

કર્મચારી નેતાઓએ નાણામંત્રી પાસે માગણી કરી કે સરકારી વિભાગો, રેલવે, પીએસયુ, અને બીજા યુનિટોમાં ખાલી પદોની  ભરતી થવી જોઈએ. સંગઠનોએ ફાઈનાન્સ મિનિસ્ટર પાસે એવી પણ માગણી કરી કે નોકરી પર લાગેલી રોક અને સરકારી પદોમાં કાપ હોવા જોઈએ નહીં.

BSNL, MTNL, ITI સહિત અન્ય પીએસયુના હજારો લોકોની નોકરી જોખમમાં પડી ગઈ છે. BSNL-MTNLના મર્જર અને કર્મચારીઓને વીઆરએસ આપવું એ નોકરીમાથી હટાવવા સમાન છે અને આ પગલું રોજગારી સર્જનની વિરુદ્ધ છે.

આ સંગઠનોએ મોંઘવારી સામે પણ વિરોધ જતાવ્યો. તેમણે કહ્યું કે સરકારે જરૂરી વસ્તુઓના વાયદા કારોબાર પર તત્કાળ પ્રભાવથી રોક લગાવવી જોએ અને સંગ્રહખોરી રોકવા માટે પણ પગલા ભરવા જોઈએ. આ સાથે જ તેમણે સાર્વજનિક વિતરણ પ્રણાલીને મજબુત બનાવવા ઉપર પણ ભાર મૂક્યો.

સંગઠનોએ કહ્યું કે સરકારે સાર્વજનિક ઉપક્રમોના સીધા વેચાણથી દૂર રહેવું જોઈએ અને સ્ટીલ, કોલસા, ખનન, ભારે એન્જિનિયરિંગ, ઔષધિ, નાગરિક ઉડ્ડયન નાણાકીય સંસ્થાઓ સહિત તમામ મજબુત ઉપક્રમોની રણનીતિક વેચાણથી દૂર રહેવું જોઈએ.

(5:41 pm IST)