Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

વિદેશી પક્ષીઓ માટે તિલવાડાના માલાજાઠમાં બનાવાયુ તળાવ : હજારો પક્ષીઓનો કલરવ ગુંજયો

બાડમેર : બાડમેરના તીલવાડા નજીક માલાજાઠમાં સાંભર ઝીલમાં હજારો પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા ત્યાં જ રણ વિસ્તારના બાડમેર જીલ્લામાં જયાં પાણીનો અભાવ છે ત્યાં વિદેશી પક્ષીઓની અવર - જવરથી તેના માટે જંગલી તળાવ ફરીથી શરૂ કરવામાં આવેલ છે. તથા અનાજ - ઘાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં હજારો પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠ્યો હતો. રેગીસ્તાની બાડમેર જીલ્લાના પચપદરા વિસ્તારમાં  કુંજ પક્ષીનો વાસ વર્ષોથી હતો. આ પક્ષી પોતાના આસપાસના ગામડાઓ તથા વિસ્તારોમાં પાણી તથા અનાજની શોધમાં ફરવા લાગ્યા. તીલવાડા ગામડામાં રાણી રૂપાદે મંદિરનું નિર્માણ થયુ તો કુંજ પક્ષી ત્યાં જ બેસવા લાગ્યા. ત્યાં નજીકમાં માલાજાઠના તળાવમાં પાણીની શોધ કરવા માંડ્યુ. તેની વ્યથા સમજી મંદિરના ટ્રસ્ટ તરફથી તળાવ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. અત્યારે ત્યાં હજારો વિદેશી પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે.

(3:52 pm IST)