Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

મોદી સરકારે બદલી રેશનકાર્ડનું ફોર્મેટ, જલ્દી જ જાહેર થશે નવા રેશન કાર્ડ

સરકાર એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજનાને ૧ જૂન,૨૦૨૦થી સંપૂર્ણ દેશમાં લાગુ કરવા માટે ઈચ્છે છે

નવી દિલ્હી, તા.૨૦: કેન્દ્ર સરકારે 'એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ'ના અભિયાનને આગળ વધારતા રેશન કાર્ડનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ તૈયાર કર્યું છે. કેન્દ્ર સરકારે રાજયોને કહ્યું છે કે, નવા રેશન કાર્ડની જાહેર કરેલી ફોર્મેટ રાજયોમાં લાગુ કરવા વિનંતી.

સરકાર એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજનાને ૧ જૂન,૨૦૨૦થી સંપૂર્ણ દેશમાં લાગુ કરવા માટે ઈચ્છે છે. એક દેશ એક રેશન કાર્ડની યોજના સંપૂર્ણ દેશમાં લાગુ થવાથી કોઈપણ કાર્ડધારક રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત તે રાજયની કોઈપણ દુકાનમાંથી રેશન લઇ શકાશે.

ખાદ્ય મંત્રલાયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું, રાષ્ટ્રીય સ્તરે રેશન કાર્ડ પોર્ટિબિલિટી લક્ષ્યને સિદ્ઘ કરવા માટે જરૂરી છે કે વિભિન્ન રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જે પણ રેશન કાર્ડ જાહેર કરે છે તે બધા જ એક સરખા ફોર્મેટમાં હોય. આ માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત રેશન જાહેર કરવા માટે એમ સ્ટાન્ડર્ડ ફોર્મેટ જાહેર કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, વિભિન્ન રાજયોમાં જે પણ રેશન કાર્ડ જાહેર કરવામાં આવી રહ્યા હતા તે બધા જ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખતા સંપૂર્ણ દેશમાં એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ તૈયાર કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયોને કહેવામાં આવ્યું છે કે નવી રેશન કાર્ડ જયારે આપે ત્યારે નવા ફોર્મેટ પ્રમાણે જ આપે. આ અંગે અધિકારીએ જણાવ્યું કે માનક રેશન કાર્ડમાં ધારકની જરૂરી માહિતી સામેલ કરવામાં આવી છે. રાજય ઈચ્છે તો પોતાની જરૂરિયાત પ્રમાણે માહિતી ઉમેરી શકે છે.

બે ભાષામાંઓ જાહેર કરવામાં આવેલા નવા રેશન કાર્ડ અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજયોને જણાવ્યું છે કે બે ભાષામાં રેશન કાર્ડ જાહેર કરે. એક સ્થાનીય ભાષાની સાથે અથવા બીજી હિન્દી અથવા  અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરે. રાષ્ટ્રીય સ્તરે રેશન કાર્ડ પોર્ટિબિલિટીને અમલમાં લાવવા માટે મદદ મળશે. રાજયોને કહેવામાં આવ્યું છે કે ૧૦ અંક વાળું રેશન કાર્ડ જાહેર કરશે જેમાં પહેલા બે અંક રાજય કોડના હશે અને પછીના અંકમાં રેશનકાર્ડના અનુરૂપ સંખ્યા હતા. પહેલા બે અંક રેશન કાર્ડમાં પરિવારના સભ્યની ઓળખાણ રૂપે હશે.

(10:20 am IST)