Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

ઝારખંડમાં અંતિમ તબક્કામાં 16 સીટ પર મતદાન : કુલ 237 ઉમેદવારો મેદાનમાં

છ સીટો પર ભાજપ અને જેએમએમ સામે બાગીઓ બન્યા પડકારરૂપ

રાંચીઃ ઝારખંડમાં પાંચમા અને અંતિમ તબક્કામાં આજે મતદાન થઈ રહ્યું છે. સંથાલ પરગના ક્ષેત્રની આ સીટો પર કુલ 237 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ વિસ્તારને ઝારખંડ મુક્તિ મોર્ચા (જેએમએમ)નો મજબૂત ગઢ માનવામાં આવે છે, જ્યાં પોતાની પકડ જમાવવા માટે ભાજપ શક્ય દરેક કોશિશમાં લાગી ગયો છે. આમ છતાં ભાજપ અને જેએમએમ સામે એક તરફ પોતાના કબ્જાવાળી સીટો બચાવવાનો પડકાર છે તો કેટલીય સીટો પર બંને દળોએ પોતાના બાગી નેતાઓથી મુકાબલો કરવો પડી રહ્યો છે

  ઝારખંડના પાંચમા તબક્કાની 16 સીટમાંથી 6 સીટ એવી છે, જ્યાં ભાજપ અને જેએમએમ સામે બાગી પડકાર બની ગયા છે. જો કે સૌથી વધુ બાગી નેતાઓનો સામનો ભાજપે કરવો પડી રહ્યો છે. આરજેડી, કોંગ્રેસ અને જેએમએમ સામે પણ આવું જ સંકટ આવીને ઉભું છે. ત્યારે મતદાન બાદ જ સંપૂર્ણ દ્રશ્ય સ્પષ્ટ થશે

(1:14 am IST)