Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

બ્રિટનના નવનિયુક્ત પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સનની કેબિનેટમાં ભારતીય મૂળના સાંસદોનો દબદબો : સુશ્રી પ્રીતિ પટેલ હોમ મિનિસ્ટર તરીકે રિપીટ : શ્રી આલોક શર્મા તથા શ્રી ઋષિ સુનાકના હોદાઓ પણ યથાવત રખાયા

લંડન : બ્રિટનમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા ઉપર આવેલી કન્ઝર્વેટિવ પાર્ટીના નવનિયુક્ત પ્રાઈમ મિનિસ્ટરની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી મંત્રી મંડળની મિટિંગમાં ભારતીય મૂળના ત્રણે સાંસદોને તેમના હોદાઓ ઉપર યથાવત રિપીટ કરાયા છે જે મુજબ સુશ્રી પ્રીતિ પટેલ હોમ મિનિસ્ટર તરીકે જવાબદારો સંભાળશે જયારે શ્રી આલોક શર્મા આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી તથા ઇન્ફોસીસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઇ શ્રી ઋષિ સુનાક ચીફ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરીના પદ પર યથાવત રહેશે

નવનિયુક્ત પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સને મંત્રીમંડળમાં સીમિત ફેરફાર કર્યા છે, આથી તેમણે તેને ‘પીપુલ્સ કેબિનેટ’ કહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:52 am IST)