Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

વારાણસીના બીએચયૂ પરિસરમાં ફરી ધમાલ :વિદ્યાર્થી નેતા આશુતોષની ધરપકડના વિરોધમાં પ્રદર્શન:પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ:કારના કાચનો ભુક્કો બોલાવાયો ;કેટલાક ગાડીઓમાં આગ લગાડી ;ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

વારાણસી: બીએચયુ પરિસરમાં ફરીવાર ધમાલ મચી છે નારાજ વિદ્યાર્થીઓએ સૌપ્રથમ કેમ્પસના સીસીટીવીને તોડી નાખ્યા.હતા બાદમાં આક્રોશિત થયેલા વિદ્યાર્થીઓએ કારના કાચ તોડી નાખ્યા હતા. વણસી રહેલી પરિસ્થિતિને કાબુમાં લેવા કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ બીએચયુના વિદ્યાર્થી નેતા આશુતોષની ધરપકડના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું પોલીસ  સાથે ઘર્ષણ સર્જાયું હતું આ દરમ્યાન વિદ્યાર્થીઓએ કેટલીક ગાડીઓને આગને હવાલે કરી હતી. તો કેટલીક ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા.

(10:10 pm IST)