Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

હવે ટ્રેનમાં ખાલી સીટ પર મુસાફરોને 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવા વિચારણા

-રેલવેની ઉચ્ચસ્તરીય કમિટિ પાસે ટ્રેનમાં 3 શ્રેણીમાં કરવાનો પણ પ્રસ્તાવ:

 

નવી દિલ્હી :હવે ટ્રેનમાં ખાલી રહેતી સીટ પર રેલવે ડિપાર્ટમેન્ટ મુસાફરોને ડિસ્કાઉન્ટ આપવા વિચારણા કરી રહ્યું છે.જે નિર્ણંય થયા બાદ  રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ પણ યાત્રીઓ સસ્તમાં ટિકીટ બુક કરી શકશે અને ડિસ્કાઉન્ટ પણ 50 ટકા સુધી મળી શકશે.

   રેલવેની ઉચ્ચસ્તરીય કમિટિ પાસે ટ્રેનમાં 3 શ્રેણીમાં કરવાનો પણ પ્રસ્તાવ આવ્યો છે. બધી જોગવાઇ એટલા માટે કરવામાં આવી છે કારણ કે રેલવેની કમાણીમાં સતત વધારો થઇ રહ્યો છે જ્યારે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. ગત વર્ષમાં રેલવેએ ઘણી પ્રિમિયમ ટ્રેનમાં ફલેકસી ફેર મોડલ શરૂ કર્યો હતો.આની હેઠળ પીક ઓવરમાં ટ્રેનની ભાડુ વધી જતું હતું.

(10:04 pm IST)