Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

‘‘ટોયઝ ફોર ટોટસ'': યુ.એસ.માં શ્રીજીદ્વાર હવેલી, ઇલિનોઇસ મુકામે ૧૧ ડિસેં.૨૦૧૭ના રોજ ઉજવાઇ ગયેલો ઉત્‍સવઃ VSM તથા VYOEના સંયુક્‍ત ઉપક્રમે ઉજવાયેલા ઉત્‍સવમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, વૈશ્નવો, તથા કોમ્‍યુનીટી અગ્રણીઓની વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિતિ

ઇલિનોઇસઃ તાજેતરમાં યુ.એસ.માં ૧૧ ડિસેં. ૨૦૧૭ના રોજ વૈશ્નવ સમાજઓફ મિડવેસ્‍ટ (VSM) તથા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્‍યુકેશન (VYOA)ના સંયુક્‍ત ઉપક્રમે સૌપ્રથમવાર શ્રીજીદ્વાર હવેલી, ૪૪૦ ડબલ્‍યુ ફુલ્લેરટોન એવ.એડિસન ઇલિનોઇસ મુકામે ૨૦૧૭ની સાલનો ટોયઝ ફોર ટોટસ ઉત્‍સવ ઉજવાઇ ગયો જેમાં લેફટનન્‍ટ ગવર્નર ઇલિનોઇસ, GOP ચેરમેન, ટાઉનશીપ એસ્‍સેર, ટાઉનશીપ ટ્રસ્‍ટી શ્રી નિમિશ જાની, સ્‍ટેટ સેનેટર તથા ડીસ્‍ટ્રીક ૭૬ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ સુશ્રી ડો.ભાવના શમા૪ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમનું VYOE સ્‍ટુડન્‍ટસ તથા તેમના વાલીઓએ સ્‍વાગત કર્યુ હતું.

ડો.ઉમંગ પટેલએ VYOE સન્‍ડે સ્‍કુલના વિદ્યાર્થીઓ, વોલન્‍ટીયર્સ, બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝ તથા આમંત્રિતો સહિત સહુનુ ભાવભેર સ્‍વાગત કર્યુ હતું. ઉપરાંત ટાઉનશીપ ટ્રસ્‍ટી શ્રી નિમિશ જાની, લેફટનન્‍ટ ગવર્નર, ઇલિનોઇસ રીપબ્‍લીક પાર્ટી ચેરમેન, ટાઉનશીપ એસ્‍સેસર, સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

આ તકે વૈશ્નવ કોમ્‍યુનીટી દ્વારા ૧૫૦ જેટલા ટોયઝ ડોનેટ કરાયા હતા. જેને પૂજય શ્રી વ્રજરાજકુમારજી મહોધ્‍યશ્રીએ વૈશ્નવ ધર્મની સહુને આપવાની સંસ્‍કારી નીતિ સમાન ગણાવેલ આ તકે સાન્‍તા કલોઝનું પણ નિદર્શન કરાવાયુ હતું.

છેલ્લા બે દસકામાં સ્‍થાનિક વૈશ્નવોની સંખ્‍યામાં સારો એવો વધારો નોંધાયો છે. જેની પ્રતિતિ હવેલીમાં ઉજવાતા ઉત્‍સવોમાં થતી ભીડ તથા ત્રણ હજાર જેટલા વૈશ્નવોની હાજરીથી થાય છે. આ તકે ઉપસ્‍થિત અન્‍ય મહાનુભાવોમાં સ્‍ટેટ સેનેટ કેન્‍ડિડેટ શ્રી સેઠ લેવિસ તથા તેમના પત્‍ની ડો.ભાવના શર્માનો સમાવેશ થતો હતો.

VSM નું નેતૃત્‍વ ડો.ઉમંગ પટેલ (MD) ચેરમેન તરીકે તથા શ્રી જયોતિન પરીખ પ્રેસિડન્‍ટ તરીકે સંભાવે છે. VYOEનું નેતૃત્‍વ શ્રીમતિ પારાગી પટેલ પ્રેસિડન્‍ટ તરીકે તથા ડો.વિવેક શાહ સંભાળે છે જે આગેવાનોના સંયુક્‍ત ઉપક્રમે તથા વોલન્‍ટીયર્સ, ટીચર્સ, સ્‍ટુડન્‍ટસ, તેમજ વાલીઓના સહકારથી ઉત્‍સવ સફળતા પૂર્વક સંપન્‍ન થયો છે.

શ્રીજી દ્વારા હવેલી નોન પ્રોફિટ ધાર્મિક સંસ્‍થા છે. જે હિન્‍દુ ધર્મ તથા સંસ્‍કૃતિના વ્‍યાપ માટે કાર્યરત છે. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી જણાવે છે.

(9:24 pm IST)