Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

વધુ એક બાબા ફસાયા વિવાદમાં : યુપીના બસ્તી ગામના સંતકુટિર આશ્રમની સાધ્વીઓએ સ્વામી સચિચિદાનંદ સહિત ચાર મહંતો પર સામૂહિક દુષ્કર્મ આચરવાનો મુક્યો આરોપ

બસ્તી : બળાત્કાર અને જાતીય દુર્વ્યવહારના આક્ષેપોમાં ફસાયેલા બાબાની યાદીમાં એક નામ વધુ ઉમેરાયું છે. યુપીના બસ્તી ગામના સંતકુટિર આશ્રમના સાધ્વીઓએ સ્વામી સચિચિદાનંદ સહિત ચાર મહંતો - સ્વામી સચિચિદાનંદ, સ્વામી પરમ ચેત્નાનંદ, સ્વામી વિશ્વાસાનંદ અને સ્વામી જ્ઞાન બેરાગ્યનંદ પર સામૂહિક દુષ્કર્મ આચરવાનો આરોપ મૂક્યો છે. છત્તીસગઢ અને બસ્તીની બે - બે છોકરીઓએ મારપીટ, શોષણ અને દુષ્કર્મ નો આરોપ મૂક્યો છે. આ બારામાં પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

પીડિત સાધ્વીઓનું કેહવું છે કે આશ્રમમાં તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું. આની સામે વિધ કર્યે તેમણે દોરડાથી બાંધી ને યાતનાઓ દેવામાં આવતી. આ છોકરીઓએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ પોતાનો જીવ બચાવીને યેન-કેન પ્રકારે આશ્રમમાંથી ભાગી છુટી હતી.

કેસની ગંભીરતાને જોતાં, ત્યાના એસપીએ ગુન્હો દાખલ કરીને તપાસનો આદેશ આપ્યો છે. કોટવાલી પોલીસે આશ્રમ પહોંચ્યા પછી કેસની તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર મામલામાં ગુન્હો દાખલ કરીને  ભોગ બનનાર કન્યાઓની તબીબી તપાસના આદેશ અપાયા છે. પીડિતાઓનું કેહવું છે કે આ આશ્રમ ઘણા રાજ્યોમાં ચાલે છે.

(7:36 pm IST)