Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ઇ-સ્કુટર 'પ્રેઇઝ' ભારતમાં લોન્ચ : ૧ રૂ.માં ૧૦ કિમીની એવરેજ

પેટ્રોલ નહીં રહે જરૂર, પ્રદુષણમુકત સ્કુટર : બેટરીને ગમે ત્યાં લઇ જઇને ચાર્જ કરી શકો છો : ડિઝાઇન અને સેફટી બાબતે પણ જક્કાસ છે આ નવું ઇ-સ્કુટર

મુબંઇ તા.૧૯ : ઈલેકિટ્રક સ્કૂટર બનાવતી ભારતની સૌથી ઝડપે વધતી કંપની ઓકિનાવાએ પોતાના હાઈસ્પીડ ઈ-સ્કૂટર 'પ્રેઇઝ'ને ભારતમાં લોંચ કર્યું છે. આ સ્કૂટરની દિલ્હી એકસ શો રુમ કિંમત ૫૯,૮૮૯ છે. ઓકિનાવાએ ગત વર્ષે પોતાનું પહેલું ઈ સ્કૂટર 'રિજ' માર્કેટમાં ઉતાર્યું હતું. જયારે પ્રેઇઝ તેનું વધુ સારુ વર્ઝન માનવામાં આવે છે.

આ ઈ-સ્કૂટરમાં ૧૦૦૦ વોટની બેટરી લાગી છે. જે ૩.૩૫bhpનો પાવર પેદા કરે છે. પ્રેઇઝની ખાસિયત એ છે કે તેને એકવાર પૂર્ણ ચાર્જ કર્યા બાદ સ્કૂટર ૧૭૫દ્મક ૨૦૦ કિમી જેટલું ચાલે છે અને ૭૫ કિમી પ્રતિકલાકની મહત્ત્।મ સ્પીડ આપે છે. આ સ્કૂટરને એક કિલોમીટર ચલાવવાનો ખર્ચ ફકત ૧૦ પૈસા છે. આ સાથે જ સ્કૂટર પણ ખૂબ સ્ટાઇલિશ લૂક ધરાવે છે. તેના બંને ટાયરમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.

પ્રેઇઝમાં ડિટેચેબલ બેટરી લગાવવામાં આવી છે. જેને તમે ગમે ત્યાં લઈ જઈને ચાર્જ કરી શકો છો. ઓકિનાવાએ પોતાની આ પ્રોડકટ દ્વારા ઈ-સ્કૂટરના માર્કેટમાં એક સ્થિરતા લાવવા પ્રયાસ કર્યો છે. કંપનીને આશા છે કે ભારતમાં સતત વધતા પ્રદૂષણના કારણે ઈ સ્કૂટર ભવિષ્યનો સસ્તો અને હાનિરહિત વિકલ્પ છે.

આ ઈલેકટ્રોનિક સ્કૂટરને બનાવવા કંપનીએ સેફ્ટીનું પણ પૂર્ણ ધ્યાન રાખ્યું છે. ૧૨ ઈંચના વ્હિલ્સની સાથે આ સ્કૂટરમાં ફ્રંટ ટ્વિન ડિસ્ક બ્રેકસ આપવામાં આવી છે. જયારે રિયરમાં સિંગર ડિસ્ક બ્રેક લાગી છે. જે ૭૫ કિમીની ઝડપે જતા સ્કૂટરને પણ અચાનક બ્રેક મારવી પડે તો સહેલાઈથી બ્રેક મારી શકે છે. માત્ર ૨૦૦૦ રુપિયાના પ્રી-બુકિંગ સાથે ભારતમાં ઓકિનાવાના ડિલર્સને ત્યાં આ ઈ-સ્કૂટર ૨૪ નવેમ્બરથી ઉપલબ્ધ છે.

(3:42 pm IST)