Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં જીતનો ઉલ્લેખ કરતા ભાવુક થયા મોદી

મોદી - શાહનું કરાયુ સન્માનઃ વિજય લાડુ ખવડાવી મોં મીઠું કરાયુઃ તમામ વરિષ્ઠ નેતાઓ બેઠકમાં હાજર રહ્યા : ૨૦૧૯ને લગતી નીતિઓની રણનીતિ ઘડાઇઃ એક જુથ રહેવાનો - સરકારી નીતિઓને લોકો સુધી પહોંચાડવાનો સંદેશો આપ્યો

નવી દિલ્હી તા. ૨૦ : ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચુંટણીમાં જીત બાદ આજે ભાજપે સંસદીય દળની પ્રથમ બેઠક યોજાઇ. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પહોંચ્યા છે. સંસદ પરિસરમાં આવેલ લાઇબ્રેરી બિલ્ડિંગમાં પીએમના પહોંચતાની સાથે જ ભાજપ નેતાઓએ તાળીઓના ગડગડાટથી તેઓનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ હાથ જોડીને અભિવાદન કર્યું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લાડુ ખવડાવીને સ્વાગત કર્યું. આ દરમિયાન ભારત માતા કી જયના નારા લાગ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી બેઠકને સંબોધન કરતા બે વખત ભાવુક થઇ ગયા હતા. પીએમએ સાંસદોને સંબોધન કરતાં જુના દિવસો યાદ કર્યા હતા. ગુજરાત-હિમાચલની જીતને લઇને પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતમાં મોટા-મોટા નેતાઓ પાર્ટી છોડીને જતા રહ્યાં, પરંતુ પાર્ટી હજુ પણ મજબુતી સાથે ઉભો છે. પીએમએ કહ્યું કે ચૂંટણીમાં પક્ષના કાર્યકરોએ ઘણી મહેનત કરી છે.ઙ્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહના કામકાજની પ્રશંસા કરી હતી.

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં જીત મળ્યા બાદ ભાજપામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં જ બંને રાજયોમાં નવી સરકારનું ગઠન કરવામાં આવશે. આ વચ્ચે ભાજપ સંસદીય દળની બેઠક મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધન કરશે.

આજરોજ શરૂ થયેલ ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને લાડુ ખવડાવી જીતની શુભેચ્છા પાઠવી અને અભિનંદન આપ્યા. આ અવસર પર સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે પણ ગુજરાત અને હિમાચલમાં જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને અભિનંદન આપ્યા છે.

આશા છે કે ગુજરાત અને હિમાચલમાં પક્ષની જીત બાદ બંને નેતાઓ આવનાર ચૂંટણી અને મિશન ૨૦૧૯દ્ગક તૈયારી માટે નવો મંત્ર આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહપ્રધાન રાજનાથસિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે.

ભાજપના સંસદીય બોર્ડની બેઠક એવા સમયે થઇ રહી છે. જ્યારે એક બાજુ બે રાજ્યોમાં ભાજપને શાનદાર જીત મળી છે. તો બીજીબાજુ સંસદના શીયાળુ સત્રમાં કોંગ્રેસ ઘેરવાના પ્રયત્નો કરી રહી છે. એવામાં આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. કોંગ્રેસ પક્ષ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર આરોપ લગાવનારી ભાજપની માફી પર અડગ છે. આ બેઠકમાં રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, રવિશંકર પ્રસાદ સહિત પક્ષના બધા જ સાંસદ છે.

(3:38 pm IST)