Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

સંસદમાં મોદી માફી નહી માગેઃ નાયડુ

સંસદમાં વિપક્ષનું હલ્લાબોલઃ નારેબાજીઃ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

નવી દિલ્હી તા. ૨૦ : સંસદના બંને ગૃહમાં બુધવારના રોજ જોરદાર હોબાળો થયો તેના લીધે રાજયસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવાઇ. બુધવારના રોજ ચાલી રહેલા ગતિરોધની વચ્ચે નાણાંમંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની મુલાકાત કરી સુલેહની પણ કોશિષ કરી હતી. તેની કંઇ ખાસ અસર જોવા મળી નહીં અને કોંગ્રેસ તેમજ વિપક્ષી પાર્ટીના સભ્ય કાર્યવાહીમાં અડચણ ઉભી કરી સતત સૂત્રોચ્ચાર કરતાં રહ્યાં. આ બધાની વચ્ચે રાજયસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ કહી દીધું કે પીએમ મોદીને માફી માંગવાની જરૂર જ નથી, કારણ કે તેઓ તે ગૃહમાં બોલ્યા નથી.

રાજયસભા અને લોકસભામાં કોંગ્રેસ સાંસદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માંગવાની માંગ પર અડી રહ્યાં છે. પીએમ મોદીના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર ગુજરાત ચૂંટણી દરમ્યાન આપવામાં આવેલા નિવેદન વિરૂદ્ઘ કોંગ્રેસના સભ્યો પ્રદર્શન કરી રહ્યાં છે. બુધવારની સવારે સંસદની કાર્યવાહી શરૂ થવાની સાથે જ કોંગ્રેસ નેતા 'પીએમ માફી માંગે', 'સરકારની તાનાશાહી ચાલશે નહીં'ના સૂત્રોચ્ચાર કરતાં વેલ સુધી ધસી ગયા હતા.

આ બધાની વચ્ચે રાજયસભાના સભાપતિ વેંકૈયા નાયડુની અપીલની પણ કોઇ અસર કોંગ્રેસ સાંસદો પર પડી નહીં. કોંગ્રેસના કેટલાંક નેતા સતત સૂત્રોચ્ચાર કરતાં રહ્યાં. ગૃહમાં હંગામાને જોતા ઉપરાષ્ટ્રપતિએ ૧૨ વાગ્યા સુધી રાજયસભાની કાર્યવાહી સ્થગિત કર્યા બાદ ફરી ૧૨ વાગ્યે શરૂ થાં સતત હોબાળો થતા ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.

નાયડુને મળ્યા હતા મનમોહન સિંહે આ મુદ્દા પર રાજયસભાના ચેરમેન વેંકૈયા નાયડુની મુલાકાત કરી હતી. તેમણે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુથી મળેલ પીએમ મોદીના નિવેદનની ફરિયાદ કરી. ત્યારે વેંકૈયા નાયડુએ પણ વિપક્ષને કહ્યું કે સરકારની તરફથી પણ મણિશંકર ઐયરના નિવેદનને લઇ ફરિયાદ કરાઇ છે.

(3:37 pm IST)