Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

હવે ભારતમાં ખાદ્ય સામગ્રીની ડિલીવરી કરવા માટેે પણ 'ઓલા' આવ્યુ આગળ

ફુડ પાંડાના પ્લેટફોર્મ ઉપર ૧૦૦થી વધુ શહેરોમાં ૧૫૦૦૦થી વધારે રેસ્ટોરન્ટ રજીસ્ટર્ડ

રાજકોટ, તા.૨૦ :. કૈબ સેવા સાથે સંકળાયેલ 'ઓલા'ની ટેકસીઓ તો ફરી રહી છે, પણ હવે ખાદ્યસામગ્રીની ડિલીવરી કરતા નજરે ચડનાર છે...જે સંદર્ભે જર્મની બેસ્ડ ઓનલાઇન ફુડ ડિલીવરી હિરો ગૃપ થકી ફુડ પાંડા ભારતના વેપારને ૩૨ કરોડમાં ખરીદવાની જાહેરાત કરાઇ છે.

ઓલ ફુડ પાંડામાં ૧૨૮૨ કરોડનું રોકાણ થવાની પણ જાણકારી મળી છે. ફુડ પાંડા ઈન્ડીયાના પૂર્વ સીઇઓ કોચરે કંપની છોડી દીધી છે, ત્યારે ઓલાના ફાઉન્ડર પાર્ટનર પ્રણય જીવરાજકા ચાર્જ સંભાળવાની તૈયારીમાં છે.

ફુડપાંડાના પ્લેટફોર્મ ઉપર ભારતમાં ૧૦૦થી વધુ શહેરોમાં ૧૫૦૦૦થી પણ વધારે રેસ્ટોરન્ટ રજીસ્ટર થઇ ચુકયા છે.આ મામલે કંપનીનંુ માનવુ છે કે, ફુડપાંડા ઇન્ડિયાને ઓલાની વિસ્તરેલી ક્ષમતા અને નટવર્કનો લાભ મળી શકે છે,સાથે સાથે ડિલીવરી હિરોની ગ્લોબલ બેસ્ટ પ્રૈકિટસેજનો પણ ફાયદો પહોંચી શકશે.

એવી જ રીતે ડિલીવરી હિરો એજીનું પણ કહેવુ છે કે, ઓલા સાથે પાર્ટનરશીપથી માર્કેટ ઉપરની પકકડ પણ મજબૂત થવાની આશા છે.

(3:34 pm IST)