Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

તામિલનાડુઃ જયલલિતાનો 'છેલ્લો' વિડીયો સામે આવ્યો

ટીટીવી દિનાકરને પત્રકાર પરીષદ યોજીને વિડીયો બનાવ્યો

ચેન્નાઇ તા. ૨૦ : તામિલનાડુના પૂર્વ સીએમ જયલલિતાના નિધનને લઇ હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. જયાના વિધાનસભા ક્ષેત્ર આરકે નગરમાં ઉપચૂંટણીની ઠીક એક દિવસ પહેલાં ટીટીવી દિનાકરન એ એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં જયલિલાત બીમાર નજર આવી રહી છે અને અપોલો હોસ્પિટલના બેડ પર સૂતેલા ટીવી ચેનલ જોઇ રહ્યાં છે. આપને જણાવી દઇએ કે એઆઇએડીએમકેના એક જૂથમાં જયલલિતાના મોતમાં ષડયંત્રનો દાવો કરાઇ રહ્યો છે.આ અંગે અપોલો હોસ્પિટલની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું હતું કે જયલલિતાને બીમારીની સ્થિતિમાં હોસ્પિટલમાં લાવામાં આવ્યા હતા. બીજીબાજુ પાર્ટીના પન્નીરસેલ્વમ જૂથ અને વિપક્ષી પાર્ટી ડીએમકે જયલલિતાના મોતમાં ષડયંત્રની વાત કરવામાં આવી રહી છે. આ બધા આરોપોનો જવાબ આપતા પાર્ટીમાંથી હાંસિયામાં ધકેલી દેવાયેલા ટીટીવી દિનાકરન એ પ્રેસ કોન્ફરન્સ કરીને હોસ્પિટલમાં જયલલિતાનો શુટ કરેલો વીડિયો દેખાડ્યો.ટીટીવી દિનકરન સમર્થક પી.વેત્રિવેલ એ એ આરોપોનું ખંડન કર્યું જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જયલલિતાને હોસ્પિટલમાં કોઇ મળ્યું નહોતું. તેમણે કહ્યું કે એ ખોટું છે કે કોઇપણ જયલલિતાને મળ્યું નહોતું, વીડિયો આ વાતનો પુરાવો છે. અમે આ વીડિયોને જાહેર કરતાં પહેલાં કેટલાંય દિવસ સુધી રાહ જોઇ. તપાસ કમિટીએ હજુ સુધી અમને બોલાવ્યા નથી જો બોલાવશે તો અમે પુરાવા આપીશું.દિનાકરન એ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પણ કહ્યું હતું કે હોસ્પિટલમાં તેમના માસી અને જયલલિતાના નજીક રહેલા શશિકલાએ થોડીક મિનિટનો વીડિયો શુટ કર્યો હતો. આરકે નગર ઉપ-ચૂંટણીના ઠીક એદ દિવસ પહેલાં જ દિનાકરનએ આ વીડિયો જાહેર કર્યો તેની પાછળ માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીના ફાયદાની દ્રષ્ટિએ આમ કરાયું. આની પહેલાં દિનાકરન એ કહ્યું હતું કે આ વીડિયો કાયદાકીય અડચણોના લીધે રજૂ કરાયો નહોતો. આપને જણાવી દઇએ કે ભ્રષ્ટાચારના આરોપોથી સંબંધિત કેટલાંય કેસ ચાલી રહ્યાં છે.

(3:32 pm IST)