Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

રાજ્યો સહમત થાય પછી જ પેટ્રોલિયમ પ્રોડકટસને GST હેઠળ લાવવામાં આવશે

કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પ્રોડકટસને GSTમાં સમાવી લેવા તૈયાર જ છે : અરૂણ જેટલી

નવી દિલ્હી તા.૨૦ : કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પ્રોડકટસનો સમાવેશ ગુડસ એન્ડ સર્વિસસ ટેકસ (જીએસટી)ની યાદીમાં કરવાની તરફેણમાં છે, પરંતુ એમ કરતાં પહેલાં રાજ્યોમાં સર્વસંમતિ હોય એ ઇચ્છનીય છે એમ નાણાપ્રધાન અરૂણ જેટલીએ મંગળવારે કહ્યું હતું.

રાજ્યસભામાં કોંગ્રેસનાં નેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા બાબતે કેન્દ્ર સરકારના વલણને જાણવા માગ્યું એના ઉત્તરમાં જેટલીએ આ પ્રમાણે જણાવ્યું હતું.

ચિદમ્બરમે એ જણવા માગ્યું હતું કે વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઇલનાં ભાવ ઘટી રહ્યા છે એ સાથે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ કેમ ઘટતા નથી. એના જવાબમાં જેટલીએ કહ્યું હતું કે 'આ બાબતની જેમને ખબર છે તેમણે જ આ પ્રશ્ન પુછ્યો છે. યુપીએ સરકારે જીએસટીનાં ખરડામાં પેટ્રોલને બાકાત રાખ્યું હતું. કારણ કે એ બાબતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમજુતી જરૂરી હતી. હવે તમે વિપક્ષમાં છો એટલે તમને તમારૂ વલણ બદલવાની સગવડ છે. વર્તમાન સરકાર રાજ્યોને આ બાબતે સમજાવી રહી છે અને રાજ્યો નામરજી છતાં પેટ્રોલને જીએસટી હેઠળ લાવવા સંમત થયાં છે.

(3:33 pm IST)