Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

નોટબંધી બાદના પાંચ મહિનામાં ITએ ૭૯૬૧ કરોડનું કાળુ નાણુ પકડયું

૯૦૦ કરોડની મિલ્કતો જપ્ત

નવી દિલ્હી તા. ૨૦ : નોટબંધી બાદ ગયા વર્ષના નવેમ્બર મહિનાથી માર્ચ સુધીમાં ઇન્કમ-ટેકસ ડિપાર્ટમેન્ટે ૭૯૬૧ કરોડ રૂપિયાની છૂપી આવક પકડી પાડી હતી એમ લોકસભામાં સોમવારે જણાવાયું હતું.

એક લેખિત ઉત્તરમાં રાજ્યકક્ષાના નાણાપ્રધાન પોન રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, ઉકત સમયગાળા દરમિયાન આશરે ૯૦૦ જૂથોમાં હાથ ધરવામાં આવેલી ઝડતીમાં ૯૦૦ કરોડની અસ્કયામતો જપ્ત કરવામાં આવી હતી અને ૭૯૬૧ કરોડ રૂપિયાની બિનહિસાબી આવક પકડી પાડવામાં આવી હતી.

કાળા નાણાના દૂષણને ડામવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૬ની ૮ નવેમ્બરે ચલણમાંથી ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની ચલણી નોટો રદ્ કરવાની જાહેરાત કરી હતી.

પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, 'નેશનલ ક્રાઇમ રેકોર્ડમાં ઉપલબ્ધ ડેટા મુજબ ૨૦૧૭ની ૩૦ નવેમ્બર સુધીમાં ભારતીય ચલણની ૧૮.૭૦ કરોડ રૂપિયાની બનાવટી નોટો પકડી પાડવામાં આવી હતી. આગલા વર્ષે આ આંકડો ૧૫.૭૦ કરોડ રૂપિયા હતો.'

(3:30 pm IST)