Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ચેતવુ જરૂરી...'મોબાઇલ ગેમ'થી પણ બેન્ક ખાતુ ખાલીખમ્મ થઇ જવાનો પુરેપુરો ખતરો

બાળકો દ્વારા ઉપયોગમાં લેવાતા મોબાઇલ કે લેપટોપ સાથે બેન્કની જાણકારી ન જોડવી જ હિતાવહ

રાજકોટ, તા. ૨૦ :. વર્તમાન સમયમાં ડિજિટલ યુગમાં સુવિધા જેટલી વધી છે એની સામે ધ્યાન ન રખાય તો ઘણી વાર દુવિધાનો પણ સામનો કરવો પડતો હોવાની પરિસ્થિતિ સર્જાતા વાર લાગતી નથી...એવી જ રીતે હવે તો મોબાઇલ ગેમથી પણ બેન્ક ખાતુ ખાલી થઇ જવાનો પુરો ખતરો સામે આવ્યો છે ત્યારે સોૈ વાલીઓએ સાવચેત રહેવુ જરૂરી બની ગયુ છે.

હેકિંગ થકી અને પમસવર્ડ ચોરી કરી બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડી લેવાના વધતા કિમીયાથી બચવા સૌ કોઇ લોકો પોત-પોતાના મજબુત પાસવર્ડથી માંડીને ખાનગી જાણકારી વિશે  કોઇ સાથે ચર્ચા કરતા નથી, છતાયે એ જાણવુ જરૂરી છે કે, મોબાઇલ ગેમથી બેન્ક ખાતામાંથી પૈસા ઉપડી જતા વાર નહિ લાગે.

આ સમાચાર બિલકુલ સાચા છે...મોબાઇલ ગેમ થકી ગુમાવેલા પૈસા કદી કોઇને પાછા મળતા નથી.ગેમના નિયમો પ્રમાણે એક વાર ખર્ચેલા પૈસા પરત માંગી શકાતા નથી.કેમ કે, ચોખ્ખે ચોખ્ખુ લખેલુ જ હોય છે જેમ કે, આ ગેમ મોટા માટે અથવા તો બાળકો માટે છેત્યારે આવી સ્થિતિમાંતો તર્ક લગાવવો પણ વ્યર્થ જ મનાય છે.કહેવાય છે કે, જયારે કોઇ લોકો ગેમ ઇન્સ્ટોલ કરે ત્યારે નિર્માતા કંપની દ્વારા મોબાઇલના દરેક હિસ્સામાં જોવાની છૂટ અપાય છે.

એવી જ રીતે બેકિંગ, પેમેન્ટ અને મેસેજીંગ ગૃપ એપ વાંચવા-જોવામાં પણ કોઇ ના નથી પાડતુ...તો વળી પ્વાઇંટની જરૂર હોય ત્યારે એપ પુછે ેછે કે, તમે અનર્જી ખરીદવા ઇચ્છુક છો?.જેવી એનર્જી ખરીદી થાય કે તુરંત જ બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે.

આવી સ્થિતિ સર્જાય તે પહેલા માતા-પિતાએ પોત-પોતાના બાળકોની ગેમ વિશે જાણકારી રાખવી જરૂરી બની જાય છે...જો  સંતાન ગેમ રમતુ જ હોય તો એ મોબાઇલ કે લેપટોપ સાથે બેન્કલક્ષી જાણકારી રાખવી હિતાવહ નથી.

અત્રે નોંધનીય છે કે, આર્યલેન્ડના કોર્ક શહેર ખાતે ગયા અઠવાડિયે જ ૧૪ વર્ષના એક તરૂણે ફિફા ગેમ રમતી વખતે પ્વાઇંટની જરૂર પડી ત્યારે જેમ-જેમ જણાવાયુ તેમ-તેમ કિલક કરવાનું ચાલુ રાખતા જ અંતે પોતાની માતાનો આખો પગાર કપાઇ ગયો હતો...!!

(3:30 pm IST)