Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

છોટા શકીલનું મોત ! દાઉદ ઢીલોઢફઃ વાપસીની તૈયારી

અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહીમનો જમણો હાથ ગણાતો છોટા શકીલ આ વર્ષના જાન્યુઆરીમાં જ મરી ચુકયો છે અને આ બાબતનો ખુલાસો એક ઓડીયો કલીપથી થયોઃ છોટા શકીલના મોતને લઇને બે પ્રકારની વાતોઃ હાર્ટએટેક આવ્યો કે આઇએસઆઇએ પતાવી દીધોઃ સાથીદારના મોતથી દાઉદ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતોઃ બે વખત હોસ્પિટલમાં પણ દાખલ થયો

નવી દિલ્હી તા.ર૦ : અંધારી આલમના ડોન દાઉદ ઇબ્રાહીમના મુખ્ય સાથીદાર છોટા શકીલના મોતના સમાચારો સામે આવી રહ્યા છે. અહેવાલો છે કે છોટા શકીલ મરી ચુકયો છે. હિન્દુસ્તાન ટાઇમ્સની પાસે એક ઓડીયો ટેપ આવી છે જેમાં શકીલની ગેંગના સભ્ય બીલાલ અને શકીલના મુંબઇમાં રહેતા કોઇ સગાની વચ્ચે વાતચીત રેકોર્ડ થયેલી છે જો કે આ મામલામાં અત્યાર સુધી કોઇ નક્કર પુરાવા નથી મળ્યા તો બીજી તરફ દિલ્હી-મુંબઇ સ્થિત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયના અધિકારીઓ પણ આ સમાચારને નથી સ્વીકારતા કે નથી નકારતા.

અંધારી આલમના સુત્રોનુ માનીએ તો આ વર્ષના ૬ જાન્યુઆરીના રોજ ઇસ્લામાબાદમાં છોટા શકીલનું મોત થયુ હતુ. સમાચાર છે કે પ૭ વર્ષનો છોટા શકીલ જાન્યુઆરીમાં એક મીટીંગમાં સામેલ થવા માટે પોતાના સભ્યો સાથે ઇસ્લામાબાદ ગયો હતો જયાં તેને એટેક આવ્યો હતો જે પછી તેને રાવલપીંડીની હોસ્પિટલમાં લઇ જવાયો હતો પરંતુ ત્યાં પહોંચતા જ તેનુ મોત થઇ ચુકયુ હતુ તો બીજા એક વર્ઝન મુજબ જયારે શકીલ ઇસ્લામાબાદમાં હતો ત્યારે આઇએસઆઇએ તેની હત્યા કરાવી નાંખી હતી કારણ કે આઇએસઆઇ માટે શકીલ મેનેજ કરવાનુ મુશ્કેલ થતુ હતુ. શકીલના મૃતદેહને બે દિવસ સુધી શબઘરમાં રખાયો હતો અને બાદમાં સી-૧૩૦ ટ્રાન્સપોર્ટ વિમાન થકી તેને કરાંચી લઇ જવાયો હતો અને ત્યાં જ તેને દફન કરી દેવાયો હતો. શકીલ તેની બીજી પત્નિ આયેશા સાથે ડીએચએ કોલોની, ૧પમી લાઇનના ડી-૪૮ ફલેટમાં રહેતો હતો. છોટા શકીલની દફનવિધિ બાદ આયેશા અને પરિવારના અન્ય સભ્યોને ઘરમાંથી આઇએસઆઇ અન્ય સુરક્ષિત જગ્યાએ લઇ ગયુ હતુ. છોટા શકીલના પરિવારમાં બે પત્નિ, એક પુત્ર, બે પુત્રી અને એક દાદી છે.

મળતા અહેવાલો મુજબ આઇએસઆઇ તેના મોતના સમાચારનો ખુલાસો કરવા નથી માંગતુ કારણ કે તે તેની આભાસી ઉપસ્થિતિનો ઉપયોગ કરવા માંગતુ હતુ. સુત્રોના જણાવ્યા પ્રમાણે શકીલે ખુદ પોતાની આભાસી ઉપસ્થિતિ બનાવી રાખવાની સગવડ કરી હતી. તેણે રહીમ મર્ચન્ટને આ પ્રકારની તાલીમ પણ આપી હતી. તેને શકીલની જેમ બોલવાનુ પણ શિખવાડાયુ હતુ. દાઉદને શકીલના મોતના સમાચાર બે દિવસ બાદ અપાયા હતા. સુત્રોનુ કહેવુ છે કે શકીલના મોતના સમાચાર સાંભળી દાઉદ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો અને તેને જાન્યુઆરી અને માર્ચમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એવુ પણ કહેવાય છે કે શકીલના બાદથી દાઉદ ભારત પાછા ફરવાના પ્રયાસો કરી રહ્યો છે. આ સિવાય એવા પણ અહેવાલો છે કે, શકીલના સાથીદાર બીલાલ, મોહમદ રશીદ, ઇકબાલ સલીમ, યુસુફ રઝા અને પરવેઝ ખ્વાજાને દાઉદની ડી કંપનીથી અલગ કરી દેવાયા છે.

જો કે આ વિડીયો ટેપની કોઇ પુષ્ટી કરવામાં આવી નથી. કહેવાય છે કે, શકીલના મોતની માહિતી માત્ર ર૦ જણાને જ આપવામાં આવી હતી.

(2:25 pm IST)