Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

તમિળનાડુ : રાધાકૃષ્ણન નગર પેટાચૂંટણી પર તમામની નજર

જયાના ગઢને જાળવવા અન્નાદ્રમુક પર દબાણ : જયલલિતાના અવસાન બાદ પેટાચૂંટણી યોજાઇ રહી છે આવતીકાલે કુલ ૫૯ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે

ચેન્નાઇ,તા. ૨૦ : તમિળનાડુમાં રાધાકૃષ્ણન નગર અથવા તો આરકે નગરમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને તમામની નજર અહીં કેન્દ્રિત થઇ ગઇ છે. ૨૧મી ડિસેમ્બરના દિવસે અથવા તો આવતીકાલે અહીં પેટાચૂંટણી યોજાનાર છે. તમિળનાડુના મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ જયલલિતાના અવસાન બાદ અહીં પેટાચૂંટણી યોજાઇ રહી છે. જયલલિતા અમ્માના નામથી લોકપ્રિય હતા અને ક્યારેય ચૂંટણી હારતા ન હતા. તેમના અભેદ્ય કિલ્લા તરીકે આ બેઠક રહી છે. જેથી જયાની પાર્ટી અન્નાદ્રમુક પાર્ટી  માટે આ કિલ્લાને જાળવી રાખવા માટેની બાબત પડકારૂપ છે. આ બેઠક પર અન્નાદ્રમુક અને ડીએમકેના ઉમેદવાર સહિત કુલ ૫૯ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. જો કે મુખ્ય સ્પર્ધા ડીએમકેના ઉમેદવાર એન. મારુથુગણેશ અને અન્નાદ્રમુકના ઉમેદવાર ઇ. મધુસુધન વચ્ચે છે. પલાનીસ્વામી અને પનીરસેલ્વમ એકમત થઇને પોતાના ઉમેદવારને જીત અપાવવા તાકાત લગાવી ચુક્યા છે. શશીકલા નટરાજનના ભત્રીજા દિનાકરણે પણ મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યા બાદ જોરદાર પડકારની સ્થિતી અન્નાદ્રમુક માટે છે. કારણ કે શશીકલા જયલલિતાની સૌથી નજીક હતા. એવુ બની શકે છે કે અન્નાદ્રમુકના પરંપરાગત મતદારો ભાવનામાં આવીને દિનાકરણને મત આપી શકે છે. જો આવુ થશે તો અન્નાદ્રમુકના ઉમેદવાર માટે આ બાબત નુકસાનકારક સાબિત થઇ શકે છે. તમિળનાડુના નાગરિકો આ બેઠકની પેટાચૂંટણીને પલાનીસ્વામી અને પનીરસેલ્વમ વચ્ચે સત્તા સંઘર્ષની સ્થિતીથી પરેશાન છે. આ પેટાચૂંટણીને પલાનીસ્વામી સરકારના કામકાજ તરીકે પણ જોવામાં આવે છે. તમામની નજર હવે આવતીકાલે યોજાનાર રાધાકૃષ્ણન નગર અથવા તો આરકે નગર વિધાનસભાની પેટા ચૂંટણી પર કેન્દ્રિત થઇ ગઇ છે. જ્યાંથી અમ્માના નામથી લોકપ્રિય જયલલિતા સતત જીતી જતા હતા. તેમના અવસાન બાદ આ સીટ પર હવે પેટાચૂંટણી યોજાઇ રહી છે. જ્યાં સુધી જયલલિતા હતા ત્યાં સુધી આરકેનગર પર કોઇ પાર્ટી જીત મેળવી શકતી ન હતી. જયાના અભેદ્ય કિલ્લા તરીકે આ બેઠકને ગણવામાં આવી રહી હતી. પરંતુ હવે આ બેઠક પર સ્પર્ધા વધારે તીવ્ર બની ગઇ છે. જયલલિતાના અવસાન બાદ અન્નાદ્રમુકમાં નેતૃત્વ અને સત્તામાં ભાગીદારીને લઇને સતત ખેંચતાણ રહી છે. બીજી બાજુ પાર્ટીની નકારાત્મક છાપ પણ ઉભી થઇ ગઇ છે.  તમિળનાડુમાં લોકોને એક સ્થિર સરકારની જરૂર છે. તેઓ વિકાસ ઇચ્છે છે. તમામ રાજકીય પંડિતોની નજર તેના પર હાલમાં કેન્દ્રિત  થઇ ગઇ છે. પેટાચૂંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

પેટાચૂંટણીની સાથે સાથે

         ચેન્નાઇ, તા. ૨૦ : તમિળનાડુમાં રાધાકૃષ્ણન નગર અથવા તો આરકે નગરમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને તમામની નજર અહીં કેન્દ્રિત થઇ ગઇ છે. પેટાચૂંટણીની સાથે સાથે નીચે મુજબ છે

*    રાધાકૃષ્ણન નગર અથવા તો આરકે નગર બેઠકની પેટાચૂંટણીને લઇને તમામ રાજકીય પંડિતોની નજર કેન્દ્રિત

*    અન્નાદ્રમુક અને ડીએમકેના ઉમેદવાર સહિત કુલ ૫૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે

*    જયલલિતાના અવસાન બાદ પેટાચૂંટણી યોજાઇ રહી છે

*    જયલલિતાના અભેદ્ય કિલ્લા તરીકે આ બેઠકને ગણવામાં આવે  છે કારણ કે જયા ક્યારેય અહીં હારતા ન હતા

*    મુખ્યપ્રધાન પલાનીસ્વામી અને પનીરસેલ્વમે તમામ તાકાત આ બેઠકને જીતવા માટે લગાવી છે

*   શશીકલા નટરાજનના ભત્રીજા દિનાકરણે પણ ભાગ્ય અજમાવવાનો નિર્ણય કર્યા બાદ સ્પર્ધા વધારે તીવ્ર બની રહી હોવાના સંકેત

 

(12:23 pm IST)