Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

મોદી અને શાહની ખાસ ટીમે ગુજરાતમાં વિજય અપાવ્યો

યોગી, ભુપેન્દ્ર યાદવ, સ્મૃતિની ખાસ ભૂમિકા : ગુજરાતમાં ભાજપે સતત છટ્ઠી વખત વિજય મેળવી લીધો

અમદાવાદ,તા. ૨૦ : ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ સતત છટ્ઠી વખત જીત મેળવી લેવામાં સફળતા મેળવી છે. ૨૨ વર્ષથી સત્તામાં રહેલી પાર્ટીએ ફરી જીત હાંસલ કરીને હવે ઇતિહાસ સર્જયો છે. તેના માટે આ જીત ખાસ છે. આ વખતે સીટો સૌથી ઓછી રહી હોવા છતાં જીત ઉપયોગી છે. શ્રેણીબદ્ધ પડકારો હોવા છતાં ભાજપે જીત મેળવી છે. સત્તા વિરોધી લહેર, દલિત અને ઓબીસી સમુદાયની નારાજગી, પાટીદારોની નારાજગી અને નોટબંધી તેમજ જીએસટી જેવા મુદ્દાના કારણે ભાજપની હાલત કફોડી હતી. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ જોરદાર પ્રચાર કર્યો હતો. પાર્ટીને જીત અપાવવામાં છ સભ્યોની ટાવીરૂપ ભૂમિકા રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી પ્રમુખ અમિત શાહ સિવાય ભુપેન્દ્ર યાદવ, સંબિત પાત્રા,  સ્મૃતિ ઇરાની અને યોગી આદિત્યનાથનો સમાવેશ થાય છે. અમિત શાહ અને મોદીએ ખાસ ટીમ બનાવી હતી. પાર્ટીના મહાસચિવ અને અમિત શાહના વિશ્વાસપાત્ર ભુપેન્દ્ર યાદવે ૬ણ મહિના સુધી સતત ભૂમિકા ભજવી હતી. મોદી અને શાહ દ્વારા બનાવવામાં આવેલી યોજના પર અમલીકરણની તેમની જવાબદારી હતી. કમલમ સ્થિત ભાજપ ઓફિસ પર તેઓ સતત સક્રિય રહ્યા હતા. તેઓ વહેલી પરોઢે પહોંચી જતા હતા અને મોડી રાત્ર સુધી કામ કરી રહ્યા હતા. અહીંથી તેઓ ગુજરાતના જુદા જુદા હિસ્સામાં પહોંચી રહ્યા હતા. તેઓએ ભાજપના મોટા ભાગના શહેરો અને જિલ્લા અધયક્ષ સાથે ચર્ચા કરતા હતા. તેમને તમામને નામથી ઓળખતા થઇ ગયા છે. ગુજરાતી ભાષા પણ સારી રીતે જાણે છે. ચૂંટણી દરમિયાન તેઓ તમામ ગુજરાતી અખબાર વાંચતા હતા. પરષૌતમ રૂપાલા પણ કુબ સક્રિય રહ્યા હતા. અમરેલીના પાટીદાર નેતા રૂપાલાએ મોદી જેટલી જ રેલીઓ કરી હતી. તેઓ પોતાના પરંપરાગત અંદાજમાં ભાષણ આપતા રહે છે. ગ્રામીણ ક્ષેત્રમાં તેમની સારી પક્કડ રહી છે. કેટલાક ક્ષેત્રોમાં તેઓ પાર્ટી માટે ખુબ મદદગાર સાબિત થયા છે. જો કે તેમના વિસ્તારમાં તેઓ હારી ગયા છે. અહીં ભાજપે તમામ ચારેય સીટો ગુમાવી છે. સંબિત પાત્રા ટીવી પર સતત સક્રિય રહ્યા હતા. ૧૭ દિવસ સુધી ગુજરાતમાં હતા.

(12:22 pm IST)