Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

૧૧ બેઠકો પર અપક્ષો બન્યા વિલન, જીત્યા નહીં અને જીતવા પણ ન દીધા

નવી દિલ્હી તા. ૨૦ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૧ બેઠકો પર અપક્ષ ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે વિલન બન્યા હતા. રિઝલ્ટમાં કોંગ્રેસને ૮ બેઠકો પર અને ભાજપને ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારો નડી ગયા હતા અને બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો.

ગુજરાતની વાંકાનેર, વિરમગામ અને કપડવંજ બેઠક પર અપક્ષ ઉમેદવારો ભાજપને નડી ગયા હતા. જ્યારે ગુજરાતની રાજકોટ રૂરલ, ખેરાળુ, ચાણસ્મા, ધોળકા, વાઘોડિયા, ડીસા, સાણંદ અને મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારને નડી જતાં આ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો.

ઉલ્લેખનીય બાબત એ છે કે, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન નહી થતાં બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર એનસીપીના ઉમેદવારને હાર આપવામાં નિમિત બન્યા હતા.

(12:22 pm IST)