Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

અમિતાભે પણ બિટકોઇનમાં રોકાણ કરી ૧.૫ કરોડના કર્યા ૧૧૦ કરોડ

બિટકોઇનનાં જાદુથી અમિતાભ બચ્ચન પણ દૂર નથી

મુંબઈ તા.૨૦ : બિટકોઈનની લહેરથી નાના રોકાણકારથી લઈને મોટા સ્ટોક બ્રોકર અને બોલિવુડ સેલિબ્રિટીઝ પણ બાકી રહી નથી. ઘણા લોકોને ખબર જ નહીં હોય કે તમે જેમને ફોલો કરો છો તેવા બોલિવુડ સેલિબ્રિટીઝ પણ આવી તકની રાહ જોતા હોય છે અને તેમાં રોકાણ કરી મોટી રકમ કમાતા હોય છે. તે જ રીતે બચ્ચન પરિવારે પણ ૧.૬ કરોડનું રોકાણ કરીને ૧૧૦ કરોડ કમાણી કરી છે. પાછલા વર્ષમાં બિટકોઈનને લઈને જે પાગલપન વોલ સ્ટ્રીટથી લઈને અન્ય નાણાંકીય સંસ્થાઓમાં જોવા મળે છે તેને લઈને બિટકોઈનમાં જબરજસ્ત ઉછાળા જોવા મળ્યા છે.

અહેવાલ મુજબ ૨૦૧૫જ્રાક્નત્ન અમિતાભ બચ્ચને પુત્ર અભિષેક સાથે મળી પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સિંગાપુરની એક કંપની મેરીડિયન ટેક પીટીઈમાં ૧.૬ કરોડનું રોકાણ કર્યું હતું. આ કંપનીની સ્થાપના વેંકટ શ્રીનિવાસ મીનાવલ્લીએ કરી છે અને અન્ય ફાઇનાન્સિયલ ટેકનોલોજી કંપનીઓની જેમ આ કંપની વિશે પણ બહુ ઓછા લોકો જાણે છે. મે ૨૦૧૫માં જયારે બચ્ચન પરિવારે RBI દ્વારા માન્ય લિબરાઈઝડ રેમિટંસ સ્કિમ અંતર્ગત આ કંપનીમાં રોકાણ કર્યું હતું. તે સમયે આ કંપની કલાઉડ સ્ટોરેજ અને ઈ ડિસ્ટ્રિબ્યુશનનું કામ કરતી હતી.

જોકે ડિસેમ્બર ૨૦૧૭માં આ કંપનીને બ્લોકચેન ટેકનોલોજી એમ્પાવર્ડ સોલ્યુશન પ્રોવાઈડર કહેવામાં આવી. જે વિશ્વના જુદા જુદા ખૂણામાં ચાલતી ક્રિપ્ટોકરંસીઝ દ્વારા માઈક્રોફાઈનાન્સ પ્રોવાઈડ કરે છે. હવે બ્લોકચેન અને ક્રિપ્ટોકરંસી જેવા જાદુઈ શબ્દોની કમાલ જ કહો કે આ કંપનીનો શેર ગત બુધવારથી આ સોમવાર સુધીમાં ૧૦૦૦% જેટલો વધ્યો છે. તેમજ ગત શુક્રવારે જ શેરમાં ૨૫૦૦%નો ઉછાળો જોવા મળ્યો હતો.

મીનાવલ્લીએ અમારા સહયોગી ઈકોનોમિકસ ટાઇમ્સને જણાવ્યું કે, 'મેરીડિયન ટેકમાં હોલ્ડિંગ માટે બચ્ચન પરિવારને કંપનીનું લોન્ગફિન દ્વારા હસ્તાંતરણ થયું ત્યારે તેના ૨૫૦૦૦૦ શેર્સ મળ્યા હતા. જેની હાલની કિંમત મુજબ વેલ્યુ ૧૧૪ કરોડ રુપિયા થઈ ગઈ છે.' મીનાવલ્લી કહે છે કે, 'બ્લોકચેનને લઈને જે દિવાનગી જોવા મળે છે તેને લઈને જ આટલો ઉછાળો જોવા મળે છે.'

જોકે હવે બચ્ચન પરિવાર શું કરશે? શું તે ભાગીદારી રાખશે કે પછી વેચી નાખશે? અમિતાભ બચ્ચનને મોકલવામાં આવેલ ટેકસ્ટ મેસેજનો તેમણે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. હવે લોન્ગફિનની પ્રેસ પ્રમાણે લોકોને કંપની દ્વારા પ્રોવાઈડ થતા 'જિદ્દુ વેરહાઉસ કોઈન'માં ખુબ જ રસ પડ્યો છે. કેમ કે ઈમ્પોર્ટર્સ અને એકસપોર્ટર્સ આ કોઇન્સનો ઉપયોગ પોતાની જરુરીયાત મુજબ કરી શકે છે. ઇમ્પોર્ટર જિદ્દુ કોઇન્સને ઇથેરિયમ અથવા બિટકોઈનમાં બદલી નાખે છે અને તે રકમને વર્કિંગ કેપિટલ તરીકે યુઝ કરે છે.

(3:45 pm IST)