Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

આગામી વર્ષથી ઇન્કમ ટેકસનું ઇ-એસેસમેન્ટ થશે

દેશના કેટલાક મોટા શહેરોમાં પાઇલોટ પ્રોજેકટ ચાલી રહ્યો છે

નવી દિલ્હી તા. ૨૦ : કેન્દ્ર સરકાર સમગ્ર ભારતમાં કરદાતાઓ માટે સંપૂર્ણ 'ફેસલેસ અને નેમલેસ'ઈ-એસેસમેન્ટ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. આગામી વર્ષ ૨૦૧૮દ્મક આ નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી શકે છે. આ મહત્વકાંક્ષી દરખાસ્ત પર રોડ મેપ તૈયાર કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસે મંગળવારે બેઠક યોજી હતી. આવકવેરા વિભાગ માટે નીતિ ઘડનારી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસે આ દરખાસ્ત પર કામ કરવા માટે નવ સભ્યોની સમિતિની રચના કરવાની સત્ત્।ાવાર જાહેરાત કરી છે. ચીફ કમિશનરની અધ્યક્ષતા હેઠળની આ સમિતિ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ના ઈન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ સોંપશે.

આ સમગ્ર બાબતની જાણકારી ધરાવતી એક સીનિયર ટેકસ અધિકારીએ જણાવ્યું કે, 'સમિતિની ડેડલાઈન ફેબ્રુઆરીના અંતિમ દિવસોની છે. જેનાથી એ સંકેત મળે છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ તરફથી ઈ-એસેસમેન્ટ પ્રક્રિયાને આગામી વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાથી લાગુ થઈ શકે છે.' સીબીડીટી દ્વારા મોડી સાંજે જાહેર કરાયેલા એક આદેશમાં જણાવાયું છે કે, 'ડિપાર્ટમેન્ટ તરફથી ફેસલેસ અને નેમલેસ આકારણી પ્રક્રિયા લાગુ કરવા પર સુચનો માટે એક સમિતિનું ગઠન કરવામાં આવી રહ્યું છે.'

હાલમાં સીબીડીટી દ્વારા દેશના કેટલાક મોટા શહેરોમાં પાઇલોટ પ્રોજેકટ તરીકે ચલાવવામાં આવી રહ્યો છે. હવે વિભાગ આ પ્રોજેકટને સમગ્ર દેશમાં એકસાથે લાગુ કરવાની સંભાવના ચકાસી રહ્યું છે. કરદાતાઓને આવકવેરા ખાતાના ચક્કર ના લગાવવા પડે તેમજ અધિકારીઓ સાથે રૂબરૂ ના થવું પડે તે હેતુથી સરકાર તરફથી આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારનું માનવું છે કે આનાથી ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો થઈ શકે છે.

(11:40 am IST)