Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

પાક. જેલમાં ૫૦૦થી પણ વધુ ભારતીય કેદીઓ

ભારતના મોટાભાગના કેદીઓમાં માછીમારો વધારે

લાહોર તા. ૨૦ : પાકિસ્તાનની જુદી-જુદી જેલોમાં ૫૦૦થી પણ વધુ ભારતીય કેદી છે જેમાં મોટે ભાગે માછીમાર લોકો વધારે છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનની જેલોમાં ૫૨૭ ભારતીય સહિત ૯૯૬માં વિદેશી કેદીઓ છે કે જે આતંકવાદ, હત્યા, નશાકારી પદાર્થોની તસ્કરી કરવી અને દેશમાં બિનકાયદેસર રીતે પ્રવેશ કરનાર એવા અનેક ગુનાઓનાં અપરાધી હોય તેવાં લોકો શામેલ છે.

મંત્રાલયે કહ્યું કે ભારતનાં મોટે ભાગનાં કેદીઓ માછીમારો વધારે છે. એમણે અરબ સાગરમાં પાકિસ્તાનનાં જળક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે માછલી પકડવાનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાન અને ભારતનાં માછીમારોને એક બીજાનાં જળક્ષેત્રમાં માછલી પકડવાનાં આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવે છે. ગયા મહિને પણ પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સીએ દેશનાં જળક્ષેત્રમાં માછલી પકડવાનાં આરોપમાં ૫૫ ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી.

મંત્રાલયે કહ્યું કે વિદેશી કેદીઓમાં એક સાઉદી અરબનો નાગરિક છે અને બે ચીની નાગરિકો છે. વિદેશ મંત્રાલયનાં એક અધિકારીએ લાહોર ઉચ્ચ ન્યાયાલયને જણાવ્યું કે ૧૦૦ દેશોમાં ૯,૪૭૬ પાકિસ્તાની નાગરિકો કેદ છે. અધિકારીએ કહ્યું કે વધારેમાં વધારે પાકિસ્તાની કેદીઓ સાઉદી અરબ અને યૂએઇમાં વધારે છે.

(10:15 am IST)