Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

બાઇક પર કરી વર્લ્ડ ટૂરઃ ૧૮ મહિનામાં ઘૂમ્યો ૧૬ દેશ

ભારતીયે કર્યું સાહસિક કારનામુઃ ૧૮ મહિનામાં કરી ૪૭,૦૦૦ કિમીની યાત્રા

નવી દિલ્હી તા. ૨૦ : તમને ફરવાનો ખૂબ શોખ હશે, પરંતુ તમે કયાંય પણ ફરવા જતા પહેલા ઘણી બધી તૈયારીઓ કરતા હશો, કોઈ મિત્ર કે પરિવારની કંપની શોધતા હશો અને ૫-૧૦ દિવસોમાં પોતાની ટૂરને ખતમ કરીને પાછા આવી જાવ છે. જોકે એવામાં એક શખ્સ છે, જેણે કોઈ પણ હવાઈ યાત્રા વિના જ પોતાની બાઈક પર વર્લ્ડ ટૂર કરી લીધી. આ સાંભળવામાં થોડું અજીબ લાગે છે. પરંતુ ભારદ્વાજ દયાલે એવું કરી બતાવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ તે પહેલા કયારેક હોમટાઉન એટલે કે વિશાખાપટ્ટનમથી બહાર બાઈક લઈને પણ નહોતો જતો. પરંતુ તેણે આ કારનામું કરી બતાવ્યું છે. આ ભારતનો પહેલો એવા શખ્સ છે, જેમણે આવું સાહસ બતાવ્યું છે. ખાસ વાત એ છે કે તેણે સમગ્ર ટૂર પોતાના પૈસા પર કરી છે અને આ માટે તેણે કોઈની મદદ નથી લીધી. તેણે આ સમગ્ર વર્લ્ડ ટૂર કરિઝમા બાઈક દ્વારા કરી, જે ઘણા પ્રકારની પરિસ્થિતિઓમાં અનુકૂળ નથી.

જણાવી દઈએ કે સ્પોન્સર વિના આ કારનામું કરીને રેકોર્ડ કાયમ કર્યો છે. તેમણે ટૂરમાં ૫ મહાદ્વીપ, ૧૬ દેશ અને ૪૭,૦૦૦ કિલોમીટરની યાત્રા કરી હતી. તેની આ યાત્રા ૧૮ મહિના પૂરી થઈ હતી. દયાલાને આ કારનામા માટે ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. તેણે જે દેશોની યાત્રા કરી છે જેમાં ઈરાન, તુર્કી, સીરિયા, જોર્ડન, ઈજિપ્ત, ગ્રીસ, ઈટાલી, ફ્રાન્સ, યૂકે, કેનેડા અને યુએસ વગેરે શામેલ છે.

(9:30 am IST)