Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

ન્યુજર્સીથી ઓએફ બીજેપીના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ જાની સહિતના ગુજરાતીઓએ ભાજપના વિજયને વધાવ્યો :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી રૂપાણીને અભિનંદન પાઠવ્યા

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપના જીતની હર્ષોલ્લાસ સાથે ગુજરાતી વિસ્તારોમાં ઠેર-ઠેર ઉજવણી કરાઈ

 

ન્યુજર્સી :ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થતા બંને રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો જેનો દેશભરમાં ભાજપ સમર્થકોમાં ખુશીની લાગણી સાથે ઉજવણી કરાઈ હતી સાથોસાથ વિદેશોમાં વસતા ગુજરાતીઓ અને ખાસકરીને અમેરિકા વસતા ગુજરાતીઓમાં ખુબ હર્ષોલ્લાસ સાથે ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી ન્યુજર્સીથી ઓએફ બીજેપીના પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ જાનીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બદલ શુભેચ્છા પાઠવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતા અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓએ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપના ભવ્ય જીત થતા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી અમેરિકાના ગુજરાતી  વિસ્તારોમાં ઠેર ઠેર ભાજપના જીતની ઉજવણી કરાઈ છે

(11:32 pm IST)