Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

‘‘મધુરા ઉત્‍સવ'' : યુ.એસ.ના ટેકસાસમાં આગામી ૨૩ થી ૩૧ ડિસેં. ૨૦૧૭ દરમિયાન ઉજવાનારો ઉત્‍સવ : ‘‘નામદ્વાર''ના ઉપક્રમે યોજાનારા ઉત્‍સવમાં ‘મધુરા ગીતમ' સંગીત સ્‍પર્ધા : શોભાયાત્રા, ભાગવત મહાત્‍મ્‍ય તથા પૂજય પૂર્ણિમાજીના મધુર કંઠે ‘‘ઉધ્‍ધવ ગીતા'' સાંભળવાનો લહાવો : તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ

હયુસ્‍ટન : વિશ્વ વ્‍યાપ્‍ત ધાર્મિક સંસ્‍થા ‘નામદાર' ના ઉપક્રમે યુ.એસ.ના હયુસ્‍ટનમાં આગામી ૨૩ થી ૩૧ ડિસેં. ૨૦૧૭ દરમિયાન સાત દિવસિય ‘‘મધુરા ઉત્‍સવ'' નું આયોજન કરાયું છે. જે અંતર્ગત ભકિત અને ભાગવત ધર્મથી ભાવિકોને વાકેફગાર કરાશે.

ઉત્‍સવ અંતર્ગત ૨૪ ડિસેં.ના રોજ ‘‘મધુરા ગીતમ'' મ્‍યુઝીક સ્‍પર્ધા યોજાશે. જેમાં તમામ ઉંમરના લોકો ભાગ લઇ શકશે.

ઉત્‍સવનું આયોજન હયુસ્‍ટન નામદા, ૩૬૪૨, બેઇલે એવન્‍યુ, માનવેલ ટેકસાસ ખાતે કરાયુ છે. જે અંતર્ગત સ્‍પર્ધા ઉપરાંત કથા, સંગીત, નૃત્‍ય સહિતના આયોજનો કરાયા છે. તથા દરરોજ સાંજે ૬.૪૫ કલાકથી પૂજય પૂર્ણિમાજીના મધુર કંઠે શ્રીમદ ભાગવતમાંથી ‘ઉધ્‍ધવ ગીતા' વિષયક પ્રવચન થશે. જેનું આયોજન ૨૫ થી ૩૧ ડિસેં. દરમિયાન કરાયું છે. ત્‍યાર પહેલાં ૨૩ તથા ૨૪ ડિસેં. ના રોજ ભાગવત મહાત્‍મ્‍ય પૂજય રામસ્‍વામીજી સંભળાવશે. દરરોજ સવારે ૬ વાગ્‍યાથી શ્રીમદ ભાગવતના શ્વલોકોનું પઠન થશે. તથા તેનુ વિવરણ કરાશે. શોભાયાત્રા નીકળશે. ૩૦ ડિસેં. ના રોજ રાધા માધવ વિવાહ ઉત્‍સવ ઉજવાશે. દૈતંદિત બ્રેકફાસ્‍ટ, લંચ, તથા ડિનર મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે. તેવું INA દ્વારા જાણવા મળે છે.

(9:26 pm IST)