Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

૮૦૦૦ કલાકની વોલન્‍ટીયર્સ સેવા, ૪૫૦૦ જેટલા હોટ મિલ ફુડ તથા ઘર પાસે ભરાઇ ગયેલા પાણીને દૂર કરવાનો પુરુષાર્થ : અમેરિકાના હયુસ્‍ટનમાં છેલ્લા ૩ માસ દરમિયાન હરિકેન વાવાઝોડાએ મચાવેલ હાહાકાર વચ્‍ચે ‘‘હયુસ્‍ટન સ્‍ટ્રોંગ'' સુત્ર સાથે BAPS ચેરીટીઝની અમૂલ્‍ય સેવાથી અસરગ્રસ્‍તોનું પુનર્નિવાસન

હપુસ્‍ટન : અમેરિકાના ટેકસાસમાં હરિકેન વાવાઝોડા તથા ભારે વરસાદે મચાવેલા હાહાકારથી ત્રસ્‍ત પ્રજાજનોની વહારે ‘હયુસ્‍ટન સ્‍ટ્રોંગ' સૂત્ર સાથે BAPS ચેરીટીઝએ આપેલી સેવાઓ અંતર્ગત ૫૦ જેટલા ઘરોની દિવાલોને ડ્રાયવોલ દ્વારા ભેજમુકત કરી ઘર વિહોણા બની ગયેલા લોકોને ફરીથી પોતાના નિવાસ સ્‍થાનમાં સ્‍થાયી થવા સેવાઓ આપવામાં આવી હતી. તથા ઘરોમાં ભરાઇ ગયેલા ૩૦ ઇંચ જેટલા પાણીથી ભીની થઇ ગયેલી દિવાલોને સુકી કરી દઇ રહેણાંકને રહેવા લાયક બનાવી દીધા હતા.

હરિકેન હાર્વે રીકવરી સેવા અંતર્ગત BAPS ની વોલન્‍ટીયર્સ ટીમએ આપેલી સેવાઓ અસરગ્રસ્‍ત પરિવારો માટે અમૂલ્‍ય પૂરવાર થઇ હતી. BAPS ચેરીટીઝ દ્વારા આ સમયગાળા દરમિયાન ૮  હજાર કલાક જેટલી વોલન્‍ટીયર્સ સેવાઓ દ્વારા ૪૫૦૦ જેટલા હોટ મિલ્‍સ ફુડ, ઘર વિહોણાંઓને આશરો તથા રહેણાંક વિસ્‍તારોમાં ભરાઇ ગયેલા પાણીને દુર કરવા સહિતની બાબતોનો સમાવેશ થતો હતો. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:25 pm IST)