Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

‘‘ચેઇન્‍જ ધ ગેઇમ'': સાયન્‍સ, ટેકનોલોજી, તથા એન્‍જીનીયરીંગ ક્ષેત્રે નવા પડકારો ઝીલવા બદલ એવોર્ડઃ નોકીઆ બેલ લેબ્‍સ દ્વારા પસંદ કરાયેલા ૯ એવોર્ડ વિજેતાઓમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન આસી.પ્રોફેસર શ્રી કૌશિક સેનગુપ્‍તા

પ્રિન્‍સેટોનઃ યુ.એસ.ની પ્રિન્‍સેટોન યુનિવર્સિટીના ઇલેકટ્રીકલ એન્‍જીનીયરીંગ વિભાગના આસી.પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન શ્રી કૌશિક સેનગુપ્‍તાને નોકિઆ બેલ લેબ્‍સએ ૨૦૧૭ની સાલ માટેના બેલ લેબ પ્રાઇઝ વિજેતા ઘોષિત કર્યા છે.

શ્રી સેન ગુપ્‍તાએ ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજીમાંથી બેચલર ડીગ્રી મેળવેલી છે તથા કેલિફોર્નિયા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજીમાંથી માસ્‍ટર તથા ડોકટરેટની પદવી મેળવી છે. તેમણે ખડગપુર IITમાંથી  ગોલ્‍ડ મેડલ મેળવેલો છે. ૨૦૧૩ની સાલથી તેઓ પ્રિન્‍સેટોન યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. તેમને ન્‍યુજર્સી મુકામે નોકીઆ બેલ લેબ્‍સના હેડ કવાર્ટર ખાતે એવોર્ડ આપી સન્‍માનિત કરાયા હતા. સાયન્‍સ, ટેકનોલોજી, એન્‍જીનીયરીંગ અથવા મેથેમેટીકસ ક્ષેત્રે પડકારો ઝીલવા ‘‘ચેન્‍જ ધ ગેઇમ'' સૂત્ર સાથે ૯ એવોર્ડ વિજેતાઓમાં તેમણે સ્‍થાન મેળવ્‍યું છે.

(9:24 pm IST)