Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

સાઉદી અરેબિયાના NRI શ્રી પ્રકાશ રાણા હિમાચલ પ્રદેશ વિધાનસભા બેઠક જીત્‍યાઃ વતનની સેવા માટે પોતાનું ૩૦ વર્ષનું બિઝનેસ સામ્રાજય છોડી પરત આવેલા શ્રી રાણા પિતાનું લોકસેવાનું સ્‍વપ્‍ન પુરૂ કરશેઃ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી ભાજપના એમ.પી.શ્રી અનુરાગ ઠાકુરના સસરા તથા પૂર્વ મિનીસ્‍ટર શ્રી ગુલાબસિંઘ ઠાકુરને હરાવ્‍યા

ધરમશાલાઃ ૩૦ વર્ષ સુધી સાઉદી અરેબિઆમાં બિઝનેસનું સામ્રાજય જમાવી વતન હિમાચલ પ્રદેશમાં પરત આવેલા NRI શ્રી પ્રકાશ રાણા વિધાનસભાની બેઠક જીતી ગયા છે. એટલું જ નહિં તેમણે બીજેપીના એમ.પી.અનુરાગ ઠાકુરના સસરા તથા પૂર્વ મિનીસ્‍ટર ગુલાબસિંઘ ઠાકુરને હરાવી વિજય હાંસલ કર્યો છે તેઓ અપક્ષ ઉમેદવારતરીકે ચૂંટણી લડયા હતા.

હિમાચાલ પ્રદેશના મંડી ડીસ્‍ટ્રીકટના નાના એવા ગામના વતની શ્રી પ્રકાશ રાણાના પિતાશ્રી પ્રેમ રાણા આર્મીમાં હતા. આ ગામમાં તેમનો ઉછેર થયો હતો. જયાં વતનની સેવા માટે સાઉદી અરેબિયાનું બિઝનેસનું સામ્રાજય છોડી પરત આવેલા શ્રી પ્રકાશ રાણા પ્રથમવાર જ ચૂંટણીમાં ઊભા હતા. હવે તેઓ પોતાના પિતાનું સ્‍વપ્‍ન પુરૂ કરવા વતનની સેવા કરશે. ᅠ

 

(9:23 pm IST)