Gujarati News

Gujarati News

News of Wednesday, 20th December 2017

‘‘પ્રથમ USA'': ભારતના ૨૦ રાજયોમાં વસતા ૫૦ મિલીયન જેટલા વંચિત બાળકોને શ્રેષ્‍ઠ શિક્ષણ પુરૂ પાડતી અમેરિકાની સંસ્‍થા : દર વર્ષે ૩૦ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરવા યુ.એસ.ના ૧૪ શહેરોમાં આવેલા ચેપ્‍ટર્સ દ્વારા યોજાતા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ : હયુસ્‍ટનમાં ૧ ડિસેં. ૨૦૧૭ ના રોજ જુનીયર લીગના ઉપક્રમે યોજાયેલા લંચ ઓન એન્‍ડ ફેશન શો પ્રોગ્રામમાં માહિતી આપતા ચેપ્‍ટર પ્રેસિડન્‍ટ શ્રી આશ શાહ

હયુસ્‍ટન : ભારતના છેવાડાના વિસ્‍તારોમાં વસતા વંચિત તેવા બાળકોને શ્રેષ્‍ઠ શિક્ષણ પુરૂ પાડવા કાર્યરત ‘પ્રથમ USA' ના જુદા જુદા ૧૪ શહેરોમાં ચાલતા ચેપ્‍ટર્સના ઉપક્રમે ફંડ ભેગુ કરી ભારત મોકલવામાં આવે છે. જે અંતર્ગત તાજેતરમાં ‘પ્રથમ USA' ના ઉપક્રમે હયુસ્‍ટનમાં ૧ ડિસેં. ૨૦૧૭ ના રોજ જુનીયર લીગના ઉપક્રમે  ‘‘પ્રથમ હોલી ડે લંચ ઓન એન્‍ડ ફેશન શો ૨૦૧૭'' નું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે માસ્‍ટર ઓફ સેરીમની તરીકે હાજર રહેલા સુશ્રી રેખા મુદરાજ( TV એન્‍કર) એ સહુનું સ્‍વાગત કરી ‘પ્રથમ' ની સેવાઓ વિષયક માહિતી  આપી હતી. તથા હયુસ્‍ટનમાં છેલ્લા ૧૧ વર્ષથી સેવાઓ આપતા તથા છેલ્લા ૨ વર્ષથી પ્રથમ ના પ્રેસિડન્‍ટ શ્રી આશ શાહનું સ્‍વાગત કર્યુ હતું.ે જેમણે પોતાના ૨ વર્ષના પ્રેસિડન્‍ટ તરીકેના અનુભવોનું વર્ણન કર્યુ હતુ. તથા કામગીરીનો અહેવાલ આપ્‍યો હતો. તેમણે જણાવ્‍યુ હતું કે ભારતના ૨૦ સ્‍ટટેમાં વસતા ૫૦ મિલીયન જેટલા વંચિત બાળકો માટે  પ્રથમ USA દ્વારા દર વર્ષે ૩૦ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરવામાં આવે છે. જે માટે બાળક દીઠ ૨૫ ડોલર ૧ વર્ષના ખર્ચ પેટે ઉધરાવવામાં આવે છે. ઉપસ્‍થિત મહાનુભાવોના ઉદબોધન ફેશન શો નું નિદર્શન બાદ પ્રોગ્રામ સંપન્ન થયો હતો. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:22 pm IST)