Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

હવે ગુજરાતને દુનિયાની તોલે લઈ જવું છે.આ ઉંચાઈ પર પહોંચવા તમારો આશીર્વાદ જોઈએ:ધોરાજીમાં પીએમ મોદી નું સંબોધન

પીએમ મોદીએ ધોરાજીમાં મોટી સંખ્યમાં જનમેદી સંબોધી: સાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી તેમનું સ્વાગત કરાયું

અમદાવાદ :વડાપ્રધાનર મોદી સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં જનસભાને સંબોધી હતી. ત્યારબાદ મોદીએ ધોરાજીમાં આજે મોટી સંખ્યામાં સભા સંબોધી છે. મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો દ્વારા સાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી સભાનું સંબોધન કરતા કહે છે કે, બપોરનો સમય હોય અને આટલી મોટી સભા થાય ત્યારે આ સભા જ બતાવે છે કે, જૂના બધા રેકોર્ડ તોડીને ભાજપને જીતાડવાનું નક્કી કરી લીધું છે. ખૂણે-ખૂણેથી અવાજ આવી રહ્યો છે કે, ફીર એકબાર મોદી સરકાર. ટીવી હોય કે, ગમે તે ચર્ચા કરતા હોય તે એક જ ચર્ચા કરે છે કે,ભાજપની સરકાર ભારે બહુમતથી બનવાની છે. ભુપેન્દ્ર નરેન્દ્રને આશીર્વાદનું મૂળ કારણ બે દાયકાની આપણી સંયુક્ત પુરૂષાર્થ. ખભે-ખભે મળાવીને જે કામ કર્યું તેનું પરિણામ છે. ગયા દસકામાં અનેકવાર તમારી વચ્ચે આવવાનો મોકો મળ્યો. મારા માટે ધોરાજી આવવું રોજનું કામ હોય તેમ કહીએ તો ચાલે.

આજે આપણી પાસે કંઈ માંગવા આવ્યો છું. અને સાથે મારા કામ બતાવવા આવ્યો છું. આજે તમારા આશીર્વાદ માંગવા આવ્યા છો. તમારા આશીર્વાદ જ મહત્વના છે. કારણકે તમે જ મારા ટીચર છો. તમે જ મારી ટ્રેનિંગ કરી છે. એક સમય હતો કે ધોરાજીથી અમદાવાદ જવું હોય તો ફોન કરીને કર્ફયુ છે કે નહિ પૂછવું પડે. માંડ કરીને કોમી દાવાનળને આપણે દેશવટો આપી દીધો. પછી આવ્યો ભૂકંપ લોકો ડરતા હતા. પણ તોય આપણે પાર પાળીને બહાર નીકળ્યા. હવે વાત નવા નિર્માણની હોય કે, વિદેશોમાં નિર્યાત કરવાની હોય મારા ગુજરાતનો બધે ડંકો વાગ્યો છે. સરકાર અને પ્રજા સાથે ખભે-ખભો મળીને કામ કરી કેવું નિર્માણ આવી શકે. તે ગુજરાતે બતાવ્યું છે.

આજ વિશ્વાસ સાથે ભરોસા સાથે આ સેવક ફરી આશીર્વાદ માંગીને ભાજપ સરકાર બનાવવા માટે આવ્યો છે. ગઈ વખતે ધોરાજીને ચૂકી ગયા હતા. શું ફાયદો થયો. આવી ભૂલ કરાય.. આજે ભાજપા સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર લઈને આગળ વધી રહ્યો છે. સમુદ્વિના બધા માનદંડો આપણા ગુજરાતમાં હોય આ બધા પડકારોને પહોંચી વડવાની તાકાત ગુજરાતે ભેગી કરી છે. ગુજરાતની આજની પીઢીને પુરી શક્તિથી કામ કરવાનો મોકો મળ્યો છે. પહેલા જે વડીલો છે તેમણે મુસિબતોમાં જીવવું પડતું હતું. 20 વર્ષ આપણે જહેમત કરી મુસીબતોમાંથી બહાર આવ્યા. હવે નવો કુદકો લગાવી ઉંચાઈઓ પ્રાપ્ત કરવી છે.

હું ખાલી પાણીની ચર્ચા કરું. 20 25 વર્ષ પહેલા ટેન્કરો દોડતા હતા. આપણા ત્યાં પાણી માટે ટ્રેન લાવી પડતી હતી. દરેક ઘરની બહાર કુંડી બનાવી પડતી હતી. પાણી માટે આપણે આખું કાઠીયાવાડ પાણી માટે તડવળતા હતા. જેમાંથી બહાર નીકળી પાણીને એક શક્તિમા પરિવર્તન કરવાનો મુદ્દો ઉઠાવ્યો. આપણી માતા બહેનોને દૂર પાણી ભરવા જવું પડતું. પાણી માટે લડાઈઓ થઈ જતી હતી. આ આપણે ગામડાઓ ખાલી થતા જોયા છે. આપણે આ બધાથી બહાર નીકળ્યા. આપણે નક્કી કર્યું ગુજરાત પાણી વગર નહિ ટળવળે. ગુજરાતના લોકો પાણીદાર છે. આ પાણીદાર લોકોનો પુરૂષાર્થ કામે લાગે તો મુક્તિ મળી જાય. આનો મહાયજ્ઞ શરૂ કર્યો.

ત્યારે કેનાલનું નેટવર્ક હતું ન નહિ. આપણે નક્કી કર્યું નદી નહેરો બનાવી. ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. તળાવ ઉંડા કરવા અભિયાન શરૂ કર્યું, વાવો સક્રિય કરાઈ. કૂવા ખોદવાનું કામ કર્યું. જ્યાં મળ્યું ત્યાં પાણી માટે સરકાની તીજોરીથી ખર્ચયા. પાણી બચાવવા માટે પણ બંધારણ બનાવી દીધા. ચેકડેમ અભિયાન ચલાવ્યું.મારે તો સૌરાષ્ટ્રના ભાઈઓ બહેનોનો આભાર માનવો છે. નદી સૂકી ભટ્ટ હોય નદી પર નાના નાના બંધ બનાવ્યા. 100 દિવસમાં 1 લાખ ખેતતલાવડી બનાવવાનું અભિયાન ચલાવ્યું હતું, જેના કારણે પાણીના તળ ઉપર આવ્યા.

આ પાણી બચાવવાનું કામ ઉપાડ્યું. ત્યારે ગુજરાતના ખેડૂતોને કહ્યું કે, ટપક સિંચાઈ વગર નહિ ચાલે. જો આવનારી પેઢીને તરસે ન મારવી હોય તો ટપક સિંચાઈ કરવી પડે. જેને કારણે 21 લાખે હેકટર જમીન ટપક સિંચાઈ કરતા પાક બચ્યો. શેરડીની ખેતીમાં ખેડૂતોએ અમારી વાત માની તેમાંથી ખાંડ નીકળવા લાગી. સરકારે જે સરદાર પટેલ સહભાગી યોજના શરૂ કરી તેનો લાભ મોટા પાયે મળ્યો. પાણી મેનેજમેન્ટ માટે બહેનો પર વિશ્વાસ કર્યો. આપણે બહેનોની 18 હજાર પાણી સમિતિ બનાવી.

પંડિત નહેરૂએ સરદાર ડેમનો શિલાન્યાસ કર્યો હતો. આ મોદીએ તેનો ઉદ્વાટન કર્યું. કેટલો સમય બગડ્યો. કેવા લોકો આડે આવ્યા હતા. જોયું હશે ગઈકાલે છાપામાં ફોટો છપાવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીના કયા મોઢેંથી તમારા પાસે વોટ માંગે. આ નર્મદા અમારા કચ્છના લોકોના પીવાના પાણીનો એક જ રસ્તો હતો. પાણી ન પહોંચે તે માટે કોર્ટે પહોંચ્યા. ગુજરાતને બદનામ કર્યું . એ બહેનના ખભે હાથ મૂકી કોંગ્રેસના એક નેતા પદયાત્રા કરી રહ્યા હતા. જરા પૂછજો આ નર્મદા વિરોધીઓના ખભે હાથ મૂકનારા ક્યા મોઢે વોટ માંગી રહ્યા છે. નર્મદાનું પાણી કચ્છ કાઠિયાવાડના ગામે પહોંચે તે માટે 20 માળ જેટલા ઉંચા પાણી ટાંકીઓમાં પહોંચાડ્યા. આખી નર્મદા નદી ઉપર લઈ ગયા. હજારો કરોડો રૂપિયાનો ખર્ચો ક્યો. આ નર્મદાને કારણે 17 લાખ ખેડૂતોને પાણી પહોંચાડી શક્યા. આપણે તો સુઝલામ સુફલામ યોજના બનાવી પોણા બે લાખ જમીનને જે પાણી દરિયામાં જતું હતું. તે ખેતરમાં પહોંચાડ્યું.

રાજકોટમાં પત્રકાર પરિષદ કરી હતી. રાજકોટમાં મોટા હોલમાં પ્રેસેન્ટેશન કર્યું હતું. મને બરાબર યાદ છે. એ કાર્યક્રમ પછી મારી મજાક ઉડાવી હતી. ચૂંટણી આવી તો લોલીપોપ આપી છે કહેતા હતા. જ્યારે આજે સેકડો કિલોમીટર પાઈપલાઈન નાખી દીધી.મારૂતિ કાર લઈને જઈ શકો એટલા મોટા પાઈપના ભુંગડા નાખ્યા. અમે સમસ્યાના કાયમી કામ કરનારા લોકો છીએ. ખેડૂતોની પાંચેય આંગળીઓ પાણીમાંથી ઘીમાં જાય તેવું કામ કર્યું..

આજે 14 હજાર ગામમાં પાણી પહોંચે તેનું કામ કર્યું. એનું પરિણામ દરેક ઘરમાં નળથી જળ પહોંચ્યું છે. પહેલા હેડપંપના ઉદ્વાટન થતા હતા. એ યુગ હતો. એમાંથી અમે ઘરે ઘરે નળમાંથી જળ લઈ જવાનું કામ ક્યું. આ કામ અમૃતસરોવર બનાવવાનું કર્યું. 75 વર્ષ થયા પ્રધાનમંત્રીએ વિચાર્યું હોત તો. મિનાર બનાવી દીધું હોત. પણ આપણે જિલ્લે-જિલ્લે 75 તળાવ બનાવવાનું કામ ચાલું કર્યું છે. જેમાં 30 40 ટકા કામ પૂરું થઈ ગયું છે. આની પાછળનું કારણ આવનારી પેઢીને પાણી માટે વલખા ન મારવા પડે તેનું કામ ભાજપની સરકાર કરી રહી છે.

ગુજરાતનો વિકાસ કરવા બે મોટી જરૂરિયાત પાણી અને વિજળી છે. તો જ વિકાસ થાય. કોંગ્રેસની સરકારને હેડંપંપ લગાવવા સિવાય કોઈ રસ નહોતો. અમે ગુજરાતનો ચહેરો અને ચાલ બદલી નાખી. કોગ્રેસે જે પ્રવૃતિ કરી હતી. તેમાંથી બહાર કાઢ્યા છે. આ 20 વર્ષની તપસ્યા બાદ ગુજરાત અહિંયા પહોંચ્યું છે. કાળી મજૂરી કરી છે. 365 દિવસ પગ વાળીને બેસ્યા નથી. કારણકે ગુજરાતનું ભલુ થાય.

પહેલા વિજળી કનેક્શન માટે લાઈનમાં ઉભા રહેતા હતા. જ્યારે આજે દિવસમાં ગમે ત્યારે તમારો મોબાઈલ ચાર્જ કરી શકો છો. આજે ગામડેગામડે બ્રોડબેન્ડ કનેક્ટીવીટી છે. વિશ્વની સાથે આધુનિકતા સાથે ગુજરાત પહેલું રાજ્ય હતું. જેણે વિશ્વગ્રામની કલ્પના કરી હતી. આજે સ્કુલ, કોલેજ માટે જિલ્લાની બહાર જવું ન પડે તે માટે શિક્ષણનું નેટવર્ક ઉભું કર્યું છે. રાજકોટમાં આજે એઈમ્સ બની રહ્યું છે. દિલ્હીમાં એક એઈમ્સ હતું. આ આરોગ્યના સેત્રમાં મોટી સેવા થવાની છે. આ ગુજરાતની યુવા પેઢીના કલ્યાણ માટે કામ થયું છે. આ યુવા પેઢીની મોટી જવાબદારી છે. અત્યાર સુધી સમસ્યાઓથી મુક્તિ મેળવી છે. હવે કૂદકો મારવાનો છે. એક જમાનો હતો કે,પહેલા સાયકલ નહોતી બનતી હવે આ ગુજરાતમાં વિમાન બનવાનું શરૂ થઈ રહ્યું છે.

આપણે નક્કી કર્યું છેકે, અન્ન દાતા ઉર્જા દાતા બને. ખેતરના છેડે સોલાર એનર્જીની આખી વ્યવસ્થા ઉભી થાય તેવું કામ કર્યું છે. પાણીના પંપ પણ સૂર્ય શક્તિથી ચાલતા હોય. તે માટે આપણે ડ્રોનડીપ ટેકનોલોજી લઈ આવી રહ્યા છે. નવા મશીનો બને ઉપકરણો આવે તેની માટે કામ કરી રહ્યા છે. હમણા મોટું અભિયાન ગુજરાતના ગવર્નરે શરૂ કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ મદદ કરી તે માટે હું આભાર માનું છું. આજે દુનિયામાં પ્રાકૃતિક ખેતી ને લઈ બજાર બની રહ્યું છે. જેની માટે આપણે યુએનને કહ્યું કે, 2023માં મિલેટિયર બનાવો. આજે મિલેટના ઉત્પાદનમાં આપણું ગુજરાત આગળ છે. આત્મનિર્ભર બનાવવાની દિશામાં ગુજરાતનું મોરબી, જામનગર, રાજકોટનો આખો પટ્ટો કમાલ કરી રહ્યો છે.ગુજરાત આગળ વધ્યું છે. બધી મુસીબતોમાંથી બહાર આવવા રસ્તો કાઢ્યો છે. પણ હવે ગુજરાતને દુનિયાની તોલે લઈ જવું છે. આ ઉંચાઈ પર પહોંચવા તમારો આશીર્વાદ જોઈએ છે. ટુંકા ઉદ્દેશ્ય સાથે નીકળેલા અમે નથી. આવનારી પેઢી દર પેઢી સુખથી જીવન જીવે તેવું ગુજરાત બનાવવું છે. તેની માટે અમારા સાથીઓ આજે ચૂંટણીના મેદાનમાં આપની સામે આવ્યા છે. ત્યારે પુરા આશીર્વાદ આપીને અમને બધી સીટો પર કમળ ખીલવી આપજો.

(5:37 pm IST)