Gujarati News

Gujarati News

News of Sunday, 20th November 2022

ભાજપાનો ચૂંટણી ઢંઢેરો ૨૬ નવેમ્‍બરે થશે જાહેર

પક્ષ ગુજરાતના વિકાસ માટે ‘અગ્રેસર ગુજરાત કે સુઝાવ' માંગી રહ્યો છેઃ સૂચનો માટે ડોર - ટુ - ડોર સર્વે

નવી દિલ્‍હી, તા.૧૯: આગામી વિધાનસભા ચૂંટણી માટેના ભાજપાના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ અને કિસાનો પર વધુ ધ્‍યાન અપાશે. ચૂંટણી ઢંઢેરો પહેલા તબક્કાના ૧ ડીસેમ્‍બરના મતદાનના ૪ દિવસ પહેલા ૨૬ નવેમ્‍બરે જાહેર થવાની આશા છે. મહત્‍વના મુદ્દાઓ નક્કી કરવા માટે બીજેપી મેનીફેસ્‍ટો કમિટીએ શુક્રવારથી મીટીંગો શરૂ કરી દીધી છે. ભાજપાના ‘સંકલ્‍પ પત્ર'માં હિમાચલ પ્રદેશની જેમ મહિલાઓ માટે નોકરીમાં અનામત રખાય તેવી આશા છે.

ભાજપાના સીનીયર નેતા અને પ્રચાર સમિતિના સભ્‍યએ પત્રકારોને કહ્યું, ‘યુવાઓ અને ખેડૂતોને મજબૂત બનાવવા માટેની વાત તેમાં હશે. પક્ષ ખાલી વચનો જ નથી આપતો, તેમને પુરા પણ કરે છે.'

યુવાઓ માટે વધુ રોજગાર, સારૂ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર અને શૈક્ષણિક સુવિધા જેવી બાબતો પણ ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરાશે. પક્ષે આ વખતે ચૂંટણી ઢંઢેરા માટે લોકો પાસેથી સૂચનો પણ માંગ્‍યા છે.

‘અગ્રેસર ગુજરાત કે સુઝાવ' કેમ્‍પેઇન હેઠળ ભાજપાની ટીમ સૂચનો એકઠા કરવા માટે ૧૮૨ વિધાનસભા બેઠકોમાં ડોર-ટુ-ડોર કેમ્‍પેઇન કરશે. આમાં મેળવાયેલ સૂચનો ભાજપાની મેનીફેસ્‍ટો ટીમને મોકલી આપવામાં આવશે

(12:00 am IST)