Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાજસ્થાન મોડી રાત્રે ધરા ધ્રૂજી

૪.૬ની તીવ્રતાવાળા ભૂકંપથી લોકોમાં ડરનો માહોલ

નવી દિલ્હી,તા. ૨૦: રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે ૨.૨૬ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૬ જણાવવામાં આવી રહી છે. જો કે સદ્દનસીબે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. તમને જણાવી દઈએ કે મોડી રાત્રે જયારે ધરતી ધ્રૂજી ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મોડી રાત્રે જાલોરમાં ૪.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં તેનું કેન્દ્રબિંદુ શોધી કાઢવામાં આવી રહ્યું છે. ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ મોડી રાત્રે ૨.૨૬ કલાકે આવેલા ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા.

(9:58 am IST)