Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

12મી ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણી: ભાજપના ઉમેદવારો જાહેર

ભાજપે મહારાષ્ટ્રની પાંચ અને કર્ણાટકની 17 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા

નવી દિલ્હી : કર્ણાટક અને મહારાષ્ટ્ર વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ અંતર્ગત ભાજપે મહારાષ્ટ્રની પાંચ અને કર્ણાટકની 17 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.

કર્ણાટક અને મહારાષ્ટ્ર વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી 12 ડિસેમ્બરે યોજાવાની છે. આ માટે ભાજપે શુક્રવારે મહારાષ્ટ્રની પાંચ અને કર્ણાટકની 17 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં સ્થાનિક સંસ્થાઓની 42 બેઠકો માટે વિધાન પરિષદોની દ્વિવાર્ષિક ચૂંટણી 12 ડિસેમ્બરે યોજાશે. જ્યારે મતગણતરી 14 ડિસેમ્બરે થશે.

(12:02 am IST)